SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ દેવકુરુ-ઉત્તરકુરુ અને ગજદંતપર્વતો છે. તે ચારેને ફરતી ૧-૧ પર્મવરવેદિકા અને ૧-૧ વનખંડ છે. ગંધમાદન સુવર્ણનો છે, માલ્યવંત વૈડૂર્યમણિનો છે, સૌમનસ રજતનો છે, વિધુત્વભ જાત્યતપનીય સુવર્ણનો છે. આ ગજદંતપર્વતો સીતા-સીતોદાના પ્રપાતકુંડોથી પૂર્વમાં અને પશ્ચિમમાં ર૬,૪૭૫ યોજન પછી આવેલા છે. તે આ પ્રમાણે છે - પ્રપાતકુંડથી ગજદંતપર્વતનું અંતર = ભદ્રશાલવનની લંબાઈ + મેરુપર્વતની લંબાઈ – (૨ ગજદંતપર્વતોની પહોળાઈ + સીતા-સીતોદાની મૂળ પહોળાઈ) (૨૨,૦૦૦ x ૨) + ૧૦,000- (પ00 x 2) + ૫૦ ૪૪,000 + ૧૦,000 – (૧000 + ૫૦) ૫૪,OOO – ૧૦૫૦ પર,૯૫૦ = ૨૬,૪૭પ યોજના અધોલોકમાં રહેનારી ૮ દિકુમારીઓ ગજદંતપર્વતોની નીચે પોતાના ભવનમાં રહે છે. તેમના નામ આ પ્રમાણે છે – (૧) ભોગંકરા, (૨) ભોગવતી, (૩) સુભોગા, (૪) ભોગમાલિની, (૫) સુવત્સા, (૬) વત્સમિત્રા, (૭) પુષ્પમાલા અને (૭) નંદિતા.2 | કલ્પસૂત્રની ટીકામાં આને અનિંદિતા કહી છે.
SR No.022056
Book TitleKshetra Samas
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages650
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy