________________
યુગલિક સ્ત્રીઓના શરીરની વિશેષતાઓ
૧૮૩ (૧૨) તેમના સ્તન સુવર્ણના કળશ જેવા સમ, ઉન્નત અને
પુષ્ટ છે. (૧૩) તેમના હાથ સુકોમળ છે. (૧૪) તેમના હાથ-પગના તળીયા સ્વસ્તિક, શંખ, ચક્ર
વગેરેની રેખાઓથી અંકિત છે. (૧૫) તેમનું ગળુ મુખના ત્રીજા ભાગ જેટલું ઊંચુ, માંસલ
અને શંખ જેવું છે. (૧૬) તેમની હડપચી સારા લક્ષણોવાળી અને માંસલ છે. (૧૭) તેમના હોઠ દાડમના પુષ્પ જેવા લાલ છે. (૧૮) તેમના તાળવા અને જીભ લાલકમળ જેવા છે. (૧૯) તેમની આંખ વિકસિત કુવલયપત્ર જેવી લાંબી અને
સુંદર છે. (૨૦) તેમની ભ્રમર બાણ ચડાવેલા ધનુષ્યના પૃષ્ઠ જેવી છે. (૨૧) તેમનું લલાટ પ્રમાણયુક્ત છે. (૨૨) તેમના વાળ સુગંધિ, સુંદર અને કોમળ છે. (ર૩) તેણીઓ પુરુષો કરતા થોડી નીચી છે. (૨૪) તેણીઓ સ્વભાવથી જ ઘણા શૃંગારવાળી અને સુંદર
વેષવાળી છે. (૨૫) તેણીઓ સ્વભાવથી જ હસવામાં, બોલવામાં, વિલાસ
કરવામાં ખૂબ નિપુણ છે. તે મનુષ્યોનો આહાર પૃથ્વીની માટી અને કલ્પવૃક્ષના ફળ છે. તે માટી સાકર કરતા પણ અનંતગુણ મીઠી હોય છે. કલ્પવૃક્ષોના ફળોનો સ્વાદ ચક્રવર્તીના ભોજન કરતા પણ અનંતગુણ હોય છે. તેઓ ઘરના આકારવાળા કલ્પવૃક્ષોમાં રહે છે. ત્યાં ડાંસ, મચ્છર, માખી, મકોડા, જૂ વગેરે હોતા નથી. ત્યાં હાથી, સિંહ, વાઘ વગેરે પણ હિંસક નથી હોતા. તે મનુષ્યો અંતે એક યુગલને જન્મ આપી બગાસુ, ખાસી, છીંક વગેરે પૂર્વક પીડા વિના મૃત્યુ પામી દેવલોકમાં જાય છે.