________________
યુગલિક પુરુષોના શરીરની વિશેષતાઓ
૧૮૧ ૧લા, રજા, ૩જા આરામાં યુગલિક મનુષ્યો (સ્ત્રી-પુરુષો) છે. તેઓનો વાયુવેગ અનુકૂળ છે. તેમની કુક્ષિ કંકપક્ષીની કુક્ષિ જેટલી છે. તેઓ રૂપવાન છે. તેઓ સ્વભાવથી જ સુગંધિમુખવાળા છે, અલ્પકષાયી છે, સંતોષી છે, ઉત્સુકતા વિનાના છે, મૃદુ છે, સરળ છે, મમત્વકદાગ્રહ રહિત છે, વૈર વિનાના છે, હાથી-ઘોડા-ઊંટ-ગાય-ભેંસ હોવા છતાં તેનો ઉપયોગ કરતા નથી, પગે ચાલે છે, રોગ અને ઉપસર્ગ વિનાના છે, અહમિન્દ્ર છે, સારા મનવાળા છે, દેવગતિમાં જનારા છે. યુગલિક પુરુષોના શરીરની વિશેષતાઓ :
(૧) તેમના ચરણ સુપ્રતિષ્ઠિત અને કાચબા જેવા છે. (ર) તેમનું જંઘાયુગલ (ઢીંચણથી નીચેનો ભાગ) કોમળ
અને અલ્પ રોમવાળુ અને કુરુવિંદની જેવું લાલ અને
ગોળ છે. (૩) તેમના ઢિંચણ ગુપ્ત અને સુબદ્ધ સંધિવાળા છે. (૪) તેમની ઉરુ (ઢિંચણથી ઉપરનો ભાગ) હાથીની સૂંઢની
જેમ ગોળ છે. (૫) તેમનો મધ્યભાગ ઈન્દ્રધનુષ્ય જેવો છે. (૬) તેમનું નાભિમંડલ પ્રદક્ષિણાવર્ત છે. (૭) તેમની છાતી શ્રીવત્સથી લાંછિત, વિશાળ અને
માંસલ છે. (૮) તેમના હાથ નગરના આગડિયાની જેમ લાંબા છે. (૯) તેમના કાંડા સુંદર છે. (૧૦) તેમના હાથ-પગના તળિયા લાલકમળની જેમ
લાલ છે. (૧૧) તેમનું ગળુ ૪ આંગળનું, સમગોળ અને શંખ જેવું છે.