________________
લધુહિમવંતપર્વતના ૧૨ કૂટો
૧૨૭ પહોળી છે અને રપ૦ ધનુષ્ય ઊંચી છે. તેની મધ્યમાં સર્વરત્નનું અધિપતિ દેવનું ૧ સિંહાસન છે. તેની ચારે દિશામાં પરિવારના દેવ-દેવીના સિંહાસન છે. અધિપતિદેવ રાજધાનીમાંથી અહીં આવે ત્યારે તે પ્રાસાદમાં તે સિંહાસન ઉપર બેસે, પરિવારના દેવો તેમના સિંહાસન ઉપર બેસે. * વૈતાદ્યપર્વતના કૂટો કુલ ૩૪ X ૯ = ૩૦૬ છે. (૨) લઘુહિમવંતપર્વતના ૧૧ ફૂટો :
(૧) સિદ્ધાયતન ફૂટ (૨) લઘુહિમવંત કૂટ (૩) ભરત કૂટ
ઈલાદેવી કૂટ (૫) ગંગાવર્તન કૂટ (૬) શ્રીદેવી કૂટ (૭) રોહિતાશાદેવી કૂટ (૮) સિંખ્વાવર્તન કૂટ (૯) સુરાદેવી કૂટ (૧૦) હિમવંત કૂટ (૧૧) વૈશ્રમણ કૂટ આ કૂટો પૂર્વથી પશ્ચિમમાં ક્રમશઃ આવેલા છે. દરેક કૂટ મૂળમાં પ00 યોજન લાંબુ-પહોળુ-ઊંચુ છે, વચ્ચે ૩૭૫ યોજન લાંબુ-પહોળુ છે અને ઉપર ર૫૦ યોજન લાંબુ
પહોળુ છે, એટલે ગોપુચ્છાકારે છે. * દરેક કૂટ ૧રપ યોજન ભૂમિમાં અવગાઢ છે.
દરેક કૂટ સર્વરત્નનું છે. સિદ્ધાયતન કૂટ ઉપર સિદ્ધાયતન છે. તેથી તેને સિદ્ધાયતનકૂટ કહેવાય છે. તે સિદ્ધાયતન ૫૦ યોજન લાંબુ, ૨૫ યોજન પહોળુ અને ૩૬ યોજન ઊંચુ છે. તેમાં પશ્ચિમ સિવાયની ત્રણ દિશામાં ૧-૧ દ્વાર છે. તે ૪ યોજન પહોળા, ૪ યોજન પ્રવેશમાં અને ૮ યોજન ઊંચા છે.
*
*