________________
વૈતાઢ્યપર્વતની શ્રેણીઓ
આ બન્ને શ્રેણિઓથી ૧૦ યોજન ઉપર જતા ૧૦-૧૦ યોજન પહોળી અને વૈતાઢ્યપર્વત જેટલી લાંબી ઉત્તરમાં અને દક્ષિણમાં ૧-૧ મેખલા છે. તેમાં સૌધર્મેન્દ્રના લોકપાલ દેવો (સોમ, યમ, વરુણ, વૈશ્રમણ)ના આભિયોગિકદેવોની ૧-૧ શ્રેણિ છે. દરેક શ્રેણિની બન્ને બાજુ ૧-૧ પદ્મવરવેદિકા અને ૧-૧ વનખંડ છે. આ શ્રેણિઓમાં બહારથી ગોળ અને અંદરથી ચોરસ એવા ઘણા ભવનો છે.
૧૫૪
આ બન્ને શ્રેણીઓથી ૫ યોજન ઉપર જતા ઉપરિતલ છે. તે ૧૦ યોજન પહોળુ છે અને વિવિધ રત્નોથી વિભૂષિત છે. તેની મધ્યમાં ૧ પદ્મવરવેદિકા અને તેની બન્ને બાજુ ૧-૧ વનખંડ છે. વનખંડમાં ઘણી પુષ્કરિણિઓ, ક્રીડાપર્વતો, કદલિ વગેરેના ગૃહો, જુઈ વગેરેના મંડપો છે. તેમાં વ્યંતર દેવ-દેવીઓ ક્રીડા કરે છે.
ઐરવતક્ષેત્ર અને મહાવિદેહક્ષેત્રની ૩૨ વિજયોની મધ્યમાં પણ ૧-૧ દીર્ઘ વૈતાઢ્યપર્વત છે. તેમનું બધુ વર્ણન ભરતક્ષેત્રના વૈતાઢ્યપર્વત પ્રમાણે જાણવું. મહાવિદેહક્ષેત્રના વૈતાઢ્યપર્વતોની લંબાઈ વિજયની પહોળાઈ જેટલી છે. ઐવતક્ષેત્રના વૈતાઢ્યપર્વત ઉપરની પ્રથમ મેખલામાં દક્ષિણ શ્રેણિમાં ૫૦ નગરીઓ અને ઉત્તર શ્રેણિમાં ૬૦ નગરી છે. મહાવિદેહક્ષેત્રના વૈતાઢ્યપર્વતો ઉપર પ્રથમ શ્રેણિમાં બન્ને બાજુ ૫૫-૫૫ નગરીઓ છે. જંબુદ્વીપમાં વિદ્યાધરોની નગરીઓ = ૩૪ × ૧૧૦ = ૩,૭૪૦.
મેરુપર્વતથી ઉત્તર તરફના બધા વૈતાઢ્યપર્વતોની બીજી મેખલામાં ઈશાનેન્દ્રના લોકપાલદેવોના આભિયોગિકદેવોના ભવનોની શ્રેણિઓ છે અને દક્ષિણ તરફના બધા વૈતાઢ્ય પર્વતોની બીજી શ્રેણીમાં સૌધર્મેન્દ્રના લોકપાલદેવોના આભિયોગિકદેવોના ભવનોની શ્રેણિઓ છે.
મહાવિદેહક્ષેત્રના વૈતાઢ્યપર્વતો જીવા, ધનુ:પૃષ્ઠ, બાહા વિનાના છે.