________________
વૈતાદ્યપર્વતો
૧૪૭ તેમાં પરિવાર સહિત અધિપતિ દેવના સિંહાસનો છે. * દરેક અધિપતિ દેવનું આયુષ્ય ૧ પલ્યોપમ છે. પરિવારના દેવ
દેવી પૂર્વે કહ્યા મુજબ છે. સ્વાતિદેવ અને અરુણદેવની રાજધાની મેરુપર્વતથી દક્ષિણમાં તથા પમદેવ અને પ્રભાસદેવની રાજધાની મેરુપર્વતથી ઉત્તરમાં અસંખ્ય દ્વીપ-સમુદ્રો ઓળંગી અન્ય
જબૂદ્વીપમાં ૧૨,૦૦૦ યોજન અવગાહીને આવેલી છે. - શાશ્વતનગરી :
દક્ષિણ ભરતાર્ધક્ષેત્રના મધ્યખંડમાં વૈતાદ્યપર્વતથી ૧૧૪ યોજન ૧૧ કળા દક્ષિણમાં અને લવણસમુદ્રથી ૧૧૪ યોજન ૧૧ કળા ઉત્તરમાં અયોધ્યાનગરી છે. તે યોજન પહોળી અને ૧૨ યોજન લાંબી છે.
એ જ રીતે દક્ષિણ ઐરવતાર્યક્ષેત્રમાં પણ અયોધ્યાનગરી છે. * ભરતક્ષેત્રનો વૈતાદ્યપર્વતઃ તે લાંબો છે. તેથી તેને દીર્ઘવતાઠ્યપર્વત કહેવાય છે. તે ચાંદિનો છે, ૨૫ યોજન ઊંચો છે, ૫૦ યોજન પહોળો છે, ૬ / યોજન ભૂમિમાં અવગાઢ છે. તેનો અધિપતિ ૧ પલ્યોપમ આયુષ્યવાળો વૈતાઢ્યદેવ છે. તેની બન્ને બાજુ ૧-૧ પદ્મવરવેદિકા અને ૧-૧ વનખંડ છે. પદ્મવરવેદિકા ર ગાઉ ઊંચી, ૫૦૦ ધનુષ્ય પહોળી અને વૈતાદ્યપર્વત જેટલી લાંબી છે. વનખંડ દેશોન ર યોજન પહોળો અને વૈતાદ્યપર્વત જેટલો લાંબો છે. * વૈતાદ્યપર્વતની ગુફાઓ :
વૈતાદ્યપર્વતના પૂર્વભાગમાં ખંડપ્રપાતગુફા છે અને પશ્ચિમ ભાગમાં તિમિસ્રાગુફા છે. બન્ને દક્ષિણ-ઉત્તર ૫૦ યોજન લાંબી, ૮ યોજન ઊંચી અને પૂર્વ-પશ્ચિમ ૧૨ યોજન પહોળી છે. તેમના દક્ષિણ છેડે અને ઉત્તર છેડે વજના દ્વાર છે. તે ૮ યોજન ઊંચા અને ૪ યોજન લાંબા-પહોળા છે. તેમના ૮ યોજન ઊંચા અને ૨ યોજન