________________
વિતાઠ્યપર્વતની શ્રેણીઓ
૧૫૧ ખંડપ્રપાતગુફામાં પણ એજ રીતે પાછા વળતા માંડલા આલેખે.
તિમિસ્રાગુફાનો અધિપતિ કૃતમાલ દેવ છે, ખંડપ્રપાતગુફાનો અધિપતિ નૃત્તમાલ દેવ છે. જયાં સુધી ચક્રવર્તી જીવતા હોય કે ચારિત્ર ન લીધું હોય ત્યાં સુધી આ બંને ગુફાઓ ખુલ્લી રહે છે અને માંડલા પણ રહે છે.
તિમિસ્રાગુફાના દક્ષિણ દ્વારથી ૨૧ યોજન ઉત્તર તરફ જઈએ એટલે ઉન્મગ્નજલા નદી છે. તે પૂર્વ દિવાલમાંથી નીકળી પશ્ચિમ દિવાલને ભેદી સિંધુ નદીમાં ભળે છે. તે ૧ર યોજન લાંબી અને ૩ યોજન પહોળી છે. તેમાં નાંખેલી કોઈ પણ વસ્તુ ડૂબે નહીં પણ ઉપર જ રહે. તેનાથી બે યોજન ઉત્તર તરફ જઈએ એટલે નિમગ્નજલા નદી છે. તે પણ પૂર્વ દિવાલમાંથી નીકળી પશ્ચિમ દિવાલને ભેદી સિંધુ નદીમાં ભળે છે. તે ૧૨ યોજન લાંબી અને ૩ યોજન પહોળી છે. તેમાં નાંખેલી કોઈ પણ વસ્તુ ડૂબી જાય, ઉપર ન રહે. તેનાથી ૨૧ યોજન ઉત્તરમાં જઈએ એટલે ઉત્તરદ્વાર છે.
એ જ રીતે ખંડપ્રપાતગુફામાં પણ બે નદીઓ છે. તે પશ્ચિમ દિવાલમાંથી નીકળી પૂર્વ દિવાલને ભેદી ગંગાનદીમાં ભળે છે.
ચક્રવર્તી ગુફામાંથી પસાર થાય ત્યારે વર્ધકીરત્ન આ બે નદીઓ ઉપર પૂલ બાંધે છે. વૈતાદ્યપર્વતની શ્રેણિઓ :
વૈતાદ્યપર્વતમાં નીચેથી ૧૦ યોજન ઉપર જતા ઉત્તરમાં અને દક્ષિણમાં ૧૦-૧૦ યોજન પહોળી અને વૈતાદ્યપર્વત જેટલી લાંબી ૧-૧ મેખલા છે. તેમાં વિદ્યાધરોની ૧-૧ શ્રેણી છે. દરેક શ્રેણિની બન્ને બાજુ ૧-૧ પમવરવેદિકા અને ૧-૧ વનખંડ છે. દક્ષિણ શ્રેણિમાં ૫૦ નગરીઓ છે અને ઉત્તર શ્રેણિમાં ૬૦ નગરીઓ છે. | લઘુક્ષેત્રસમાસની ગાથા ૮૪ની ટીકામાં આ બે નદીઓના નામ ઉન્મગ્નિકા
અને નિમગ્નિકા કહ્યા છે.