________________
વૈતાદ્યપર્વતો
૧૪૯ પહોળા ર દરવાજા છે. દરેક દરવાજાની પાછળ ૪ યોજન લાંબાપહોળા ટેકા છે. તેને તોડુક કહેવાય છે. તે દરવાજા હંમેશા બંધ હોય છે. ચક્રવર્તીનો સેનાપતિ જ તેને ખોલે છે. તિમિસ્ત્રાગુફામાં પ્રવેશતા ચક્રવર્તી હસ્તિરત્નના લમણા ઉપર મણિરત્ન બાંધે છે. તેનાથી પ્રકાશ થાય છે.
મણિરત્નનો પ્રભાવ - તે જેના માથે બંધાય તેને દુઃખ ન આવે, જૂના રોગ નાશ પામે, તેના નવા રોગ ન થાય, તેને ઉપસર્ગો ન થાય, તેને શસ્ત્રથી અવધ્ય થાય, તે સર્વભયોથી મુક્ત થાય.
તિમિસ્ત્રાગુફામાં પૂર્વ-પશ્ચિમની દિવાલ ઉપર પ્રમાણાંગુલથી ૧ યોજન છોડી કાકિણીરત્નથી ચક્રવર્તી ઉત્સધાંગુલથી ૫૦૦ ધનુષ્ય લાંબા-પહોળા ૧-૧ માંડલા આલેખે. પછી ૧-૧ યોજન છોડી ફરી બન્ને દિવાલ પર ૧-૧ માંડલા આલેખે. એમ ઉત્તરદ્વારની ૧ યોજન પહેલા સુધી જાણવું. દરેક દિવાલ ઉપર ૪૯ માંડલા થાય. દરેક માંડલુ ઉત્તરમાં અને દક્ષિણમાં પ્રમાણાંગુલથી ૧-૧ યોજન સુધી ઉપર-નીચે ૮-૮ યોજન સુધી અને તીર ૧૨-૧ર યોજન સુધી પ્રકાશ ફેલાવે.
મતાંતર-તિમિસ્રાગુફામાં દક્ષિણદ્વારથી પ્રવેશતા ચક્રવર્તી ૧ યોજન છોડીને પૂર્વ દિશાના દરવાજા ઉપર પહેલું માંડલુ આલેખે. ત્યાર પછી ગોમૂત્રિકા ન્યાયે ઉત્તર તરફ જતા ૧ યોજન પછી પશ્ચિમ દિશાના તોડુક ઉપર બીજું માંડલુ આલેખે. ત્યાર પછી એ જ રીતે ૧ યોજન છોડીને પૂર્વદિશાના તોડુક ઉપર ત્રીજુ માંડલુ આલેખે. ત્યાર પછી ૧ યોજન છોડીને પશ્ચિમદિશાની ભીંત ઉપર ચોથુ માંડલ આલેખે. એમ ઉત્તરદિશાના દરવાજા સુધી જાણવું. ઉત્તર દિશાના પશ્ચિમદરવાજા ઉપર ઉત્તરદ્વારથી ર યોજન પહેલા ૪૮મુ માંડલ આલેખે, પૂર્વદરવાજા ઉપર ઉત્તરદ્વારથી ૧ યોજન પહેલા પાંચમ માંડલુ આલેખે. આમ પૂર્વદિશામાં રપ માંડલા અને પશ્ચિમદિશામાં ૨૪ માંડલા થયા. કુલ બંને દિશાના મળીને ૪૯ માંડલા થયા.