________________
૧૪૦
પદ્મદ્રહ અને તેના કમળો * બધા દો પદ્મવરવેદિકા અને વનખંડથી વીંટાયેલા છે, પૂર્વ
પશ્ચિમ લાંબા અને ઉત્તર-દક્ષિણ પહોળા છે. * બધા છૂંદો ૧૦ યોજન ઊંડા છે, વર્ષધરપર્વતની ઊંચાઈથી ૧૦
ગણા લાંબા છે અને લંબાઈ કરતા અડધા પહોળા છે. * હૃદમાં વસનારી દેવીઓ ભવનપતિની છે, ૧ પલ્યોપમના
આયુષ્યવાળી છે અને કમળમાં વસનારી છે. * પદ્મદ્રહ અને તેના કમળો :
લઘુહિમવંતપર્વત ઉપરનું પદ્મદ્રહ ૧૦ યોજન ઊંડું છે. તેની મધ્યમાં ૧ મોટુ કમળ છે. તે પૃથ્વીકાયના વિકારરૂપ છે. તે ૧ યોજના લાંબુ-પહોળુ છે, '/ યોજન ઊંચુ છે. તેની પરિધિ સાધિક ૩ યોજન છે. તે પાણીમાં ૧૦ યોજન અવગાઢ છે અને પાણીની ઉપર ૨ ગાઉ ઊંચુ છે. તેનું મૂળ વજનું છે, કંદ રિઝરત્નનું છે, નાળ વૈડૂર્યરત્નની છે, બહાર ૪ પાંખડીઓ વૈડૂર્યરત્નની છે, બહારની શેષ ૪ પાંખડીઓ તપનીય સુવર્ણની છે, અંદરની પાંખડીઓ જાંબૂનદ (કંઈક લાલ) સુવર્ણની છે, કર્ણિકા સુવર્ણની છે, કેસરા તપનીય સુવર્ણની છે.
કર્ણિકા ર ગાઉ લાંબી-પહોળી છે, ૧ ગાઉ જાડી છે. એટલે કે કમળની પહોળાઈ કરતા કર્ણિકાની પહોળાઈ અડધી છે અને જાડાઈ ચોથા ભાગની છે. તેની પરિધિ સાધિક ૬ ગાઉ છે. તેની મધ્યમાં ૧ ભવન છે. તે ૧ ગાઉ લાંબો છે, ૧/, ગાઉ પહોળો છે, દેશોન ૧ ગાઉ ઊંચોત્ર છે. તે ભવનના પશ્ચિમ સિવાયની ૩ દિશામાં ૧-૧ દ્વાર છે. તે ૫૦૦ ધનુષ્ય ઊંચા અને રપ૦ ધનુષ્ય લાંબા-પહોળા I લઘુક્ષેત્રસમાસની ગાથા ૩૮ અને તેની ટીકામાં બહારની બધી પાંખડીઓ
તપનીય સુવર્ણની કહી છે. A લઘુક્ષેત્રસમાસની ગાથા ૩૯ અને તેની ટીકામાં ભવનની ઊંચાઈ ૧,૪૪૦
ધનુષ્ય કહી છે.