________________
પદ્મદ્રહ અને તેના કમળો
૧૪૩ છે. તે ભવનની મધ્યમાં ૫૦૦ ધનુષ્ય લાંબી-પહોળી અને રપ૦ ધનુષ્ય જાડી સર્વમણિની એક મણિપીઠિકા છે. તેની ઉપર શ્રીદેવીની એક શય્યા છે.
આ વચ્ચેના કમળની ચારે બાજુ ફરતા ૧૦૮ કમળ છે. તે ૨ ગાઉ લાંબા-પહોળા, ૧ ગાઉ ઊંચા અને ૧૦ યોજન પાણીમાં અવગાઢ છે. તે પાણીથી ૧ ગાઉ ઉપર છે. તેમની કર્ણિકા ૧ ગાઉ લાંબી-પહોળી અને ૧/ર ગાઉ જાડી છે. તે સુવર્ણની છે. શેષ બધુ મૂળકમળની જેમ જાણવું. આ કમળોમાં શ્રીદેવીના આભરણ વગેરે છે. આ પહેલું વલય છે.
બીજા વલયમાં વાયવ્ય-ઉત્તર-ઈશાનમાં શ્રીદેવીના સામાનિક દેવોના ૪,000 કમળો છે, પૂર્વમાં મહત્તરિકાના ૪ કમળો , અગ્નિખૂણામાં અત્યંતર પર્ષદાના દેવોના ૮,૦૦૦ કમળો છે, દક્ષિણમાં મધ્યમ પર્ષદાના દેવોના ૧૦,૦૦૦ કમળો છે, નૈઋત્યખૂણામાં બાહ્યપર્ષદાના દેવોનાં ૧૨,૦૦૦ કમળો છે, પશ્ચિમમાં સેનાપતિના ૭ કમળો છે.
ત્રીજા વલયમાં ચારે દિશામાં આત્મરક્ષકદેવોના ૪,૦૦૦૪,000 કમળો છે. કુલ ૧૬,૦૦૦ કમળો છે.
ત્રીજા વલય પછી આભિયોગિક દેવોના કમળોના ૩ વલય છે. તેમાં પહેલા વલયમાં ૩૨,૦૦,૦૦૦, બીજા વલયમાં ૪૦,૦૦,૦૦૦ અને ત્રીજા વલયમાં ૪૮,૦૦,૦૦૦ કમળો છે. આભિયોગિક દેવોના કુલ ૧,૨૦,૦૦,૦૦૦ કમળો છે.
કુલ કમળો ૧,૨૦,૫૦,૧૨૦ છે. ક્રમ કોના કમળ ?
કેટલા કમળ ? ૧ | મૂળ કમળ '
આભરણના કમળ
૧૦૮
L ૭ સૈન્ય છે. તે આ પ્રમાણે - હાથી, ઘોડા, રથ, પાયદળ, પાડા, ગંધર્વ, નાટ્ય.