SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ વૈતાઢ્યપર્વતના ૯ કૂટો * ૧૨૫ દરેક વર્ષધર પર્વતની બન્ને બાજુ ૧-૧ પદ્મવરવેદિકા અને ૧-૧ વનખંડ છે. પર્વત ઉપરના કૂટો (શિખરો) (૧) વૈતાઢ્યપર્વતના ૯ કૂટો : *.| ફૂટના નામ |૧ | સિદ્ધાયતન |૨ | દક્ષિણભરતાર્થ |૩| ખંડપ્રપાતગુહા |૪| માણિભદ્ર |૫| પૂર્ણભદ્ર |૬| વૈતાઢ્ય |૭| તિમિસ્રગુહા |૮| ઉત્તરભરતાર્ધ|૯| વૈશ્રમણ Δ શેના બનેલા છે ? અધિપતિ સર્વરત્નના સર્વરત્નના સર્વરત્નના સુવર્ણના સુવર્ણના સુવર્ણના સર્વરત્નના સર્વરત્નના સર્વરત્નના દક્ષિણભરતાર્થ દેવ વૃત્તમાલ દેવ માણિભદ્ર દેવ પૂર્ણભદ્ર દેવ વૈતાઢ્ય દેવ કૃતમાલ દેવ ઉત્તરભરતાર્ધ દેવ વૈશ્રમણ દેવ આ કૂટો પૂર્વથી પશ્ચિમમાં ક્રમશઃ આવેલા છે. દરેક કૂટ મૂળમાં ૬ / યોજન લાંબુ-પહોળુ-ઊંચુ છે, વચ્ચે દેશોન ૫ યોજન લાંબુ–પહોળુ છે અને ઉપર સાધિક ૩ યોજન લાંબુ-પહોળુ છે. એટલે ગોપુચ્છાકારે છે. ૪ બધા અધિપતિદેવોનું આયુષ્ય ૧ પલ્યોપમ છે. અધિપતિ દેવોના નામ ઉપરથી તે તે ફૂટનું નામ પડ્યું છે. * સિદ્ધયતન ફૂટ ઉપર સિદ્ધાયતન છે. તેથી તેને સિદ્ધાયતન ફૂટ કહેવાય છે. સિદ્ધાયતનનું સ્વરૂપ આવું છે તે સર્વરત્નનું છે, ૧ ગાઉ લાંબુ છે, `/ર ગાઉ પહોળું છે, દેશોન ૧ ગાઉ^ ઊંચું છે. તેમાં વિવિધમણિના સેંકડો થાંભલા છે. O જે ક્ષેત્રમાં કે વિજયમાં વૈતાઢ્યપર્વત હોય તેમનું નામ જાણવું. ભરતક્ષેત્ર અને ઐરવતક્ષેત્રના વૈતાઢ્યપર્વતના કૂટો માટે આ રીતે સમજવું. શેષ બધાં પર્વતો ઉપરના બધાં ફૂટો સર્વરત્નમય છે. લઘુક્ષેત્રસમાસની ગાથા ૭૨ની ટીકામાં ૧૪૪૦ ધનુષ્ય ઊંચુ કહ્યું છે.
SR No.022056
Book TitleKshetra Samas
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages650
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy