________________
દષ્ટિગોચર થાય છે, તેમાંના કેટલાંક એવાં પણ પુસ્તકો છે કે જે બીજા ભંડારેમાં ભાગ્યેજ મળતાં હશે; ખરતરગચ્છશ “જિનભદ્રસૂરિએ ખંભાત જેસલમેર ઈત્યાદિ જુદા જુદા સ્થળોમાં સાત જ્ઞાન ભંડાર સ્થાપ્યા હતા તેમને એક પાટણમાં પણ મળી આવે છે. પાટણના બધા જ્ઞાન ભંડારમાં રહેલાં તાડપત્રના પુસ્તકોનું બ્રહદ્ સૂચિપત્ર ગાય એક સીટ તરફથી બહાર પડી ગયું છે. ભવિષ્યમાં કાગળના પુસ્તકોનું પણ પ્રકાશમાં આવશે.
ઉક્ત નગરનો ઈતિહાસ “આત્માનંદ જન્મ શતાબ્દિ ટ્રસ્ટ બોર્ડ ના કાર્યકર્તાઓ મેહનલાલ દલીચંદ દેશાઈ જેવા વિદ્વાને પાસે લાવી બહાર પાડશે એમ સૌ ઈતિહાસ પ્રેમી ભાઈ-બહેને ઈચ્છશે.
ખંભાતમાં અનેક જ્ઞાન મંદિરે છે તેમાંથી શાન્તિનાથ જ્ઞાન ભંડાર પ્રાચીન છે તેમાં તાડપત્રો પર લખેલાં પુસ્તક વિપુલ પ્રમાણમાં મળી આવે છે તથા નેમિસુરિનો ભંડાર પણ મટે છે. પુસ્તકને સંગ્રહ પણ વિશાળ છે. પણ વ્યવસ્થાની બદ્દજ ખામી છે. હું જ્યારે ૧૯૨ માં ખંભાત ગયે હતું ત્યારે ત્યાંના પુસ્તકે જોવા માટે ચાર દિવસ સુધી મહેનત કરી પણ ત્યાના કાર્યકર્તાને છેલ્લો ઉત્તર મહા મહેનતે મકાન અવલોવાનેજ મળે, આપણા કરતાં જેનેતાની જ્ઞાન સંબંધિ વ્યવસ્થા વિશેષ પ્રશંસનીય છે. આપણી પાસે સાહિત્યની સારામા સારી સામડ્યુિં છે પણ જ્યાં સંકુચિતતાનું જ સામ્રાજય વ્યાપ્ત હોય ત્યાં કશો પણ ઉપાય નથી “સૂરતમાં આનંદ પુસ્તકાલય”ની એટલી બધી સારી વ્યવસ્થા છે કે જે કોઈ મુનિરાજ હસ્ત લિખિત યા છાપેલી પ્રત બહારગામ મંગાવે તોપણ છુટથી મળી શકે છે, તેવી જ વ્યવસ્થા ઉપરના ભંડાર ના કાર્યકરો કરશે ખરા ?
સંવત ૧૯૭૬ માં મારા કનિષ્ઠ ગુરૂ બંધુ મુનિરાજ શ્રી મંગલસાગરજી ખંભાત યાત્રા માટે ગયા હતા ત્યારે સ્તંભનપાર્શ્વનાથજીના જીર્ણ મંદિરમાં સ્યામપાષાણનો એક શિલાલેખ જોયો હતો તે અભયદેવસૂરિની હકીક્ત સંબંધી સારે પ્રકાશ નાંખતે હતો. અત્યારે તે
ક્યાં અને શા માટે ગુમ કરવામાં આવ્યું એ કાંઈ સમજાતું નથી. આમાં કોઈ પક્ષપાતી મુનિરાજને હાથ હોવો જોઈએ. આ શિલાલેખ ખંભાત નિવાસી મોહનલાલ દીપચંદ ચેકસીએ પણ જીર્ણોદ્ધાર પહેલાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org