________________
૧૧૫
ખંભાતમાં રચાયેલ ગુજરાતી જૈન સાહિત્ય. પાલ, શાહ દેવજી, સોની વિમલસી, નથુ, શાહ ભુલા, સભાચંદ, શાહ લખા, શાહ રાખવ, ગોડીદાસ, શાહ મૂળચંદ, શાહ જિણુદાસ વગેરે પ્રસિદ્ધ જેને થયા છે.
શેઠ પોપટભાઈ અમરચંદ–વીસમી સદીમાં ખંભાતના જૈન ઇતિહાસમાં શેઠ પિપટભાઈ અમરચંદનું નામ સુવર્ણાક્ષરે લખાયું રહેશે. તેઓશ્રીએ ખંભાતમાં તેમજ ખંભાત બહાર એટલા બધા અને એવા શાસનના ધર્મકાર્ય કર્યા છે કે તેથી તેમનું નામ સુપ્રસિદ્ધ છે. તેમનું વિસ્તૃત જીવનચરિત્ર કે લેખકે લખેલું જાણમાં નથી. અત્રે તેમનું ચરિત્ર લાંબુ લખી શકાય તેમ નથી.
મોટા ભાટવાડામાં ખંભાતના ભૂષણરૂપ પાંચ મેટાં દહેરા જે લાખ રૂપીઆના ખરચે તૈયાર થયા છે તે તૈયાર કરાવનાર ગૃહસ્થામાં મુખ્ય શેઠ પોપટભાઈ અમરચંદ હતા. આ ઉપરથી એમ સમજવાનું નથી કે તેમણે જ સઘળું દ્રવ્ય આપ્યું હશે? પરંતુ એ લાખ રૂપીઆ એકઠા કરવામાં દેશ દેશાવરના ગૃહસ્થો પાસે પોતાની લાગવગ લગાડી રકમ એકઠી કરવામાં તે ગૃહસ્થ અગ્રગણ્ય હતા. જ્યાં સુધી એ દેવાલયો રહેશે ત્યાં સુધી તેમનું નામ પણ અમર રહેશે.
એમને જન્મ વિક્રમ સંવત ૧૯૦૨ માં થયે હતો અને તેમને સ્વર્ગવાસ વિ. સં. ૧૯૭૩ માં થયે હતે.
શેઠ પોપટભાઈ અમરચંદના કુટુંબે જૈન ધર્મના કાર્યો માટે ઘણું કર્યું છે એમ કહ્યા વિના ચાલતું નથી. ૧૩–ખંભાતમાં રચાયેલ ગુજરાતી જૈન સાહિત્ય.
ખંભાત જેનેનું તીર્થધામ એટલે ઘણા આચાર્યો, મુનિઓ, સાધુઓ યાત્રાએ આવતા. ચેમાસામાં નિવાસ કરતા અને તે નિવૃત્તિના સમયે પિતાની શક્તિને તથા વિદ્વતાને ઉપગ કરતા. ક્યા કયા મુનિ રાજેએ તથા કવિઓએ ખંભાતમાં રહી કૃતિઓ કરી છે તે નીચે પ્રમાણે છે. ૧ શ્રી વિનયપ્રભ (વિનયપ્રભ ? કે ઉદયવન્તર)
ગતમસ્વામિનો રાસ–સંવત ૧૮રર માં ખંભાતમાં ર. ૧ આ પ્રકરણમાં આપવામાં આવેલી કૃતિઓની નોંધ “જૈન ગૂર્જર કવિઓ”
ભાગ ૧ લે તથા ભાગ ૨ જે. પ્રાજક શ્રી મેહનલાલ દલીચંદ દેસાઈના ગ્રંથમાંથી લેવાઈ છે. તે માટે તેઓને ઉપકાર માનું છું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org