Book Title: Khambat no Prachin Jain Itihas
Author(s): Narmadashankar T Bhatt
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust

View full book text
Previous | Next

Page 224
________________ ખંભાતને વેપાર અને ચલણ. પિતાના કે પિતાના વારસોના ઉપયોગમાં કે ઉપભેગમાં આવવાને ભરેસે લેકના મનમાંથી ઉડી ગયું હતું. તેથી ઉદ્યોગ, વેપારને વિદ્યાની મંદી થઈ અને હિંદુઓ તેમાં આગળ વધતા અટક્યા તેથી તેમનું ધન જે વેપાર ધંધામાં રેકાતું હતું તેમાં ન્યૂનતા થવા માંડી અને તે તૂટી જવાના ભય તથા અંદેશાને લીધે જમીનમાં દટાવા લાગ્યું. જોકે ચૌદમી સદીમાં ખંભાત વેપારના મથક તરીકે જાણીતું રહ્યું હતું પણ તેની ચારસો વર્ષ અગાઉ જે વધવાની સ્થિતિ ચાલ હતી તે આ વખતથી બંધ પડી અને વેપાર સ્થાયી અવસ્થામાં આવી પડયે. અને હવે પછીના બે વર્ષમાં તે કઈ વખત ઉતાવળી અને કઈ વખત મંદગતિ ચાલવા લાગ્યો. ચૌદમી સદીમાં ઉપર જણાવ્યા પ્રમાણે વેપાર રોજગાર કાયમ રહ્યો પણ અમલનો ફેરફાર થવાથી શહેર પર આફત આવી તથા પાછો ચાંચીઆ, લુટારા વગેરેનો ઉપદ્રવ થયો. તેથી વખતે વખત વેપાર રોજગારમાં અડચણ પડતી. મકાળે મુસલમાન સરદારેએ હિંદુ સરદારો સાથે મળી ગુજરાતમાં મોટું બંડ કર્યું અને દિલ્હીના બાદશાહ તરફથી આવેલા સરદારને પણ હરાવ્યા તેથી ઈ. સ. ૧૩૪૭ માં મહંમદ તઘલઘ બાદશાહે ગુજરાત આવી બંડખોરને હરાવી ખંભાત વગેરે શહેર લુટી લીધાં. તેથી ઘણાં નુકસાન થયું. પરંતુ આ સમયની એક અડચણ દૂર થઈ. ઈ. સ. ૧૩રપ માં ઉમરાળાના ગોહેલ ખરાજીએ મુસલમાનો પાસેથી ઘોઘા લઈ ખંભાતના અખાતમાને પરમ બેટ પિતાના તાબે કરી ત્યાં રહી અખાતમાંથી જતાં આવતાં સઘળાં વહાણોનો વેરો લેવાનું શરૂ કર્યું હતું તેથી જે કઈ વેરો ન ભરે તેના ઉપર ચાંચીઆઓની માફક જુલમ કરતા અને માલ લૂંટી લેતો. એ વાતની બાદશાહ મહંમદ તઘલખને ખબર પડતાં તેણે મે ખરા પર ચઢાઈ કરી તેને મારી નાખ્યો. જેથી વહાણને જે ત્રાસ પડતો હતો તે બંધ થયે. અમદાવાદના સુલતાનના સમયને વેપાર (૧૪૦૩ થી ૧૫૭૩). પંદરમી સદીમાં ખંભાતના જાયાત માલમાં લાખ, જટામાંસી, ગળી, આમળાં, રેશમી કાપડ અને કાગળ મુખ્ય હતાં. કાગળને ઉદ્યોગ આખા હિંદુસ્તાનમાં ખંભાતમાંજ હતો એવું નકલેકેન્ટી લખી ગયેલ છે. ૧ ગુજરાત સર્વે સંગ્રહ પૃ. ૨૫૩. ૨ ગુ. સ સં. પૃ. ૨૫૩. ૩ ) સ સં. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268