________________
ખંભાતને વેપાર અને ચલણ.
૧૬૭
ગુજરાતના ભાગમાં, મધ્ય હિંદ, ઉત્તરહિંદ અને સિંધનાં મોટાં શહેર સાથે વણજારાની પેઠે વગેરે દ્વારા વેપાર ચાલતે. ચાવડા, સેલિકી અને વાઘેલા રાજાઓના સમયને વેપાર
(ઈ. સ. ૭૪૬ થી ૧૨૯૭) દસમી સદીમાં ખંભાતમાં નાળિએર, કેરી, લીબું, ભાત અને મધ ઘણું થતાં ચામડાને પણ અનેક પ્રકારને ઘાટ બનાવવામાં આવતો અને ખંભાતના જોડા તે વખતે ઘણું પંકાતા હતા. ખંભાતના વેપરીઓ આરબ અને ઈરાનના હતા. અને તેઓએ ખંભાતમાં મસીદો બંધાવી હતી, અને હિંદુ રાજાના છત્ર તળે નિર્ભયપણે રહેતા હતા.
અરબી સમુદ્રમાં આ વખતે ચાંચીઆઓનો ભારે ત્રાસ હતો. આ ચાંચીઆઓ કચ્છ અને કાઠિવાડના હતા. અને જાતે સંઘાર, જત, મેર અને કુક હતા. એઓ અરબસ્તાનથી હિંદુસ્તાન અને ચીન આવવાને નિકળેલાં વહાણને લૂટતા અને આફ્રિકાના સેકેટ્રા સુધી દરીએ જતા.
અગિઆરમી સદીમાં કચ્છ અને સેમિનાથના ચાંચીઆઓને દરિએ ત્રાસ છતાં ખંભાતને વેપાર ઘણે સતેજ હતું અને ગુજરાતનું મોટું વેપારનું મથક ગણાતું હતું. આસપાસના મુલકમાંથી ચૂંઠ તથા કપાસ, કચ્છથી ગુગ્ગળ અને સુગંધી પદાર્થો, માળવાથી ખાંડ અને ઉત્તર હિંદુસ્તાનથી બીજો 'માલ મેલતાન રહી અહીં આવે અને અહીંથી દેશાવર ચઢત. સમુદ્રમાને ખંભાતને વેપાર પશ્ચિમ ઈરાન, અરબસ્તાન, આફ્રિકાના સફાલા સાથે અને પૂર્વમાં મલબાર, કેમાંડલ અને ચીન સાથે હતો.'
બારમી સદીમાં જાયાત માલમાં મુખ્ય ઘઉં, ચોખા, ગળી અને તીર બનાવવાની લાકડીઓ હતી. ચાંચીને ત્રાસ મચ્યો ન હતે. અણહીલવાડના સોલંકી રાજાઓએ ખંભાતમાં એક કિલ્લો બાંધી તેનું
ક્ષણ કર્યું હતું. આ સદીમાં ઘોળકા પણ મોટું વેપારનું મથક હતું. - તેરમી સદીમાં હિંદુસ્તાનના બે મોટા બંદરોમાં ખંભાત એક હતું. અહીંથી ઘણું ગળી, રૂ અને બારીક વણાટનું કાપડ દેશાવર
૧ મુ સ. સં. પૃ. ૨પર. ૨ એજ ગ્રંથ. ૩ એજ ગ્રંથ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org