Book Title: Khambat no Prachin Jain Itihas
Author(s): Narmadashankar T Bhatt
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust

View full book text
Previous | Next

Page 220
________________ ખંભાતનો વેપાર અને ચલણ. ૧૬૫ પાસે હોવાથી તેમ અખાત પણ ખરાબા વિનાને અને ઉંડે હોવાથી પાણી નિરંતર ભરેલું રહેતું હતું તેમ ભરતી વખતે પાણી ભરાવે વધુ થતું હતું. આથી નાનાં મોટાં વહાણેને જા આવ કરવાને, લંગરવાને તથા નવા બાંધવાને તથા જુનાં સમરાવવાને ઘણા પ્રકારની સગવડ હતી. જળ માગે આવવા તથા માલ લઈ જવા લાવવા જોઈતાં સાધન મળી શકતાં તેમ સ્થળ માગે પણ દેશની અંદરના ભાગમાં માલ પહોંચાડવા તથા મંગાવવાને માટે પણ વણજારૂ પિઠ તથા ગાડાં મોટાં શહેરે વચ્ચે ફરતાં રહેતાં તૈયાર મળી શકતાં જેથી જળ માર્ગે અને જમીન માગે બંદરને માલ વહેનારા પુષ્કળ સાધન હતા. ખંભાતના વ્યાપાર રેજિગારમાં આડે આવે અગર અડચણકારક થાય એવી રાજ્યસત્તા તરફથી કંઈ કાયદા કાનુન કે ધારા ન હતા. ઉલટું રાજ્ય તરફથી સારું રક્ષણ હતું. વ્યાપારી માલ પોઠે કે વહાણમાં જતો આવતે તેને ચાર લુટારા કે ચાંચીયા ઉપદ્રવ કરે નહિ તે બંદેબસ્ત થતું. અગર કાંઈ હરક્ત થાય તે પૂછપરછ થતી અને વળતર મળતું. તેવા લેકનું જોર વધી પડે તો તે નરમ પાડવાને અગર તેમનો સમુળગે નાશ કરવાને રાજ્ય તરફથી તે સ્થળે તેમના કરતાં વિશેષ બળે તજવીજ કરવામાં આવતી. તેમ વ્યાપારીઓના પિતાના તરફથી પણ માલની સાથે વળાવા તથા ભાટ વગેરે રાખવાને રિવાજ હતું. તે માલની સલામતી માટે ઘણું ઉપયેગી થતા. વળી સર્વને વ્યાપાર કરવાની છુટ હતી. પરદેશી કે પરધમી વ્યાપારીઓને અટકાવવામાં આવતા નહિ. બલકે અત્રેની પ્રજા તેમને વિનાકારણે સતાવે નહિ તેવું રાજ્ય તરફથી ધ્યાન ખેંચવામાં આવતું. તેથી પરદેશી મુસલમાન અને સેદાગરે વ્યાપાર માટે ખંભાતમાં આવી વસવા લાગ્યા. રાજ્ય તરફથી ન્યાય અને રક્ષણ મળવાથી વેપાર રોજગારની દિનપ્રતિદિન વૃદ્ધિ થવા લાગી. મતલબકે ખંભાતની વ્યાપારી ચઢતી થવામાં રાજ્યસત્તાની સારી મદદ હતી. મુડી ને વેપારી. - વ્યાપાર ચલાવવાનું મુખ્ય સાધન મુડી તેમાં અનેક પ્રકારે વધારે થવા લાગ્યા. મૂળથી અહીં વ્યાપાર ચાલતો હતો એટલે ઘણા તાલેવંત માણસ વસતા હતા. તે સિવાય દસમી સદીમાં પાટણના રાજા મૂળરાજ સોલંકીએ વિદ્વાન બ્રાહ્મણોને ખંભાત અને તેની આસપાસની Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268