________________
ખભાતને વેપાર અને ચલણ.
૧૭૧
કલાઇ સિયામથી, મીઠુ અને ગંધક ઈરાની અખાતનાં બંદરાથી; હીરા દકખણુમાંથી; માણેક પેગુ અને સિંહલદ્વીપથી; પોખરાજ અને લસણીઆ સિંહલદ્વીપથી; ભુરાં ઝવેર, લીલમ ઇરાનથી; ચેાખા, એલચી, સેપારી, નાળિએર મલબારથી; ઘઉં, જવ માળવેથી; પાન પહેલાં અમસ્થાનથી અને મલબારથી અને પછી વસઇથી; અીણુ, મજી, અને સૂંઠ અરબસ્તાનથી; કીસમીસ, ખજુર, કસ્તુરી અને રૂઆબ ઇરાનથી, ગુગળ વગેરે સુગંધી સિંધથી, ગળી, તેજાના, લાહેારથી, રેશમ, હરડાં, બેહડાં અને તેજાને કાબુલથી, લવીંગ માલ્લુકાથી, જાયફળ, જાવંત્રી, પેશુ અને માંકાથી, સુખડ તીમેારથી, કપુર બેરીએ અને સુમાત્રાથી, ગરમાળા મલખારથી, તજ સિંહલદ્વીપ અને જાવાથી, મરી અંગાળા, મલબાર, સિંહલદ્વીપ, સુમાત્રા અને જાવાથી, ઘેાડા ઇરાન, અરબસ્તાન, અને કાખુલથી, હાથી સિંહલદ્વીપ અને મલબારથી, પરવાળાં રાતા સમુદ્રના પ્રદેશમાંથી, માતી ઇરાની અખાતનાં બંદરાથી તથા સિંહલદ્વીપથી, હાથી દાંત આફ્રિકાથી, કાચબાની પીઠનાં હાડકાં અને કાંઠી માલદ્વીપથી, મખમલ, કીનખાબ અને ઊનનાં કપડા રાતા સમુદ્રના પ્રદેશમાંથી; આણી મલમલ અગાળા અને કાકણથી અને મિલારી કાચ ચીન અને મારટાણાનથી.
જાયાત માલ—ભાત, સિંધ, કાંકણુ, મલખાર, આફ્રિકા અને અરબસ્તાનમાં; આાજરી મલબાર અને આફ્રિકામાં; ઘઉં ( આસપાસના મુલકમાં થતા અને માળવા તથા અજમેરથી આવેલા ) મલબાર, અરબસ્તાન અને આફ્રિકામાં; કઠોળ, તલ, મલખારમાં; રૂ મલબાર અને અરબસ્તાનમાં; સુંઠ અને મરી ઇરાનમાં; અઝીણુ ઇરાન, મલખાર, પેગુ અને મલાકામાં, ગળી ( સારી લાહેાર અને આગ્રાથી આણેલી અને આકીની સરખેજ અને નિડઆદમાં થતી) ઈરાની અખાત અને રાતા સમુદ્રના પ્રદેશમાં, અને અકીકનાં ઘરેણાં મલખાર, અરબસ્તાન, રાતા સમુદ્રના પ્રદેશમાં અને આફ્રિકાના પૂર્વ ભાગમાં આ સિવાય સુતર રેશમી અને સુતરાઉ કાપડ, કામળી, શેતરંજી, પેટી, પલંગ, સૂંઠ, હરડાં, બેહડાં, ચરગખાર, ખાંડ, હીંગ, પાઘડી, ખરાદી કામ ને હાથી દાંતનાં રમકડાં ખંભાતથી મધે દેશ જતાં. આ બધામાં સુતરાઉ કાપડ ખંભાતથી એટલું બધું તેા ચઢતું કે તે વખતે ખભાતને આખી દુનીઆનુ' વજ્ર કહેતા હતા.
આ વખતે ખ ંભાતના વેપારીઓમાંના કેટલાક હિંદુ અને કેટલાએક મુસલમાન હતા. હિંદુ વેપારીઓની આડત ઘણા મુલકમાં હતી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org