________________
૧૭૪
ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ. ટંકાને સિક્કો સેનાને હતું એમ કવિ વભદાસ કહે છે તેમ તે સિક્કો તાંબાને હતે. “જૈન ગ્રંથમાં આ સિક્કાનું નામ ઘણું આવે છે. વિન્સ્ટન્ટ એક સ્મીથ, ઈન્ડીયન એન્ટી કવેરી હૈ. ૪૮ જુલાઈ ૧૯૧૯ ના અંકના મૃ. ૧૩ર માં જણાવે છે કે “ઢંકા અને દામ એકજ છે” મી. સ્મીથનું આ કથન નાના ટંકાઓને માટે લાગુ પડે છે. કારણ કે “કેટલેગ ઓફ ધી ઇંડિયા કેઈન્સ ઈન ધી બ્રીટીશ મ્યુઝીમ” પૃ. X થી આપેલ સિક્કાઓના વર્ણનમાં બે પ્રકારના ટેકા બતાવવામાં આવ્યા છે. નાના અને મેટા. મેટા ટંકાનું વજન ૬૪૦ ગ્રેન બતાવવામાં આવ્યું છે અને નાના ટંકાનું વજન ૩૨૦ ગ્રેન છે. મોટા ટંકાને ડબલ દામ (બદામ) બરાબર બનાવ્યા છે. જ્યારે નાના ટંકાને એકદમ બરાબર અએવ સ્મીથને મત નાના ટૂંકા સાથે લાગુ પડે છે. મી. બર્ડની મીરાતે એહમદીના પૃ. ૧૧૮ માં ૧૦૦ ટંકાની બરાબર ૪૦ દામ (૧ રૂપીઓ) બતાવવામાં આવેલ છે. આથી પણ ઉપર્યુક્ત વાતનેજ ટેકે મળે છે.”
યાહારી (લારી)
આ નામને સિક્કો ખંભાતમાં વપરાતો હતે. કવિએ પોતાના રાસાઓમાં ઠામ ઠામ તેને બતાવ્યું છે. - “લાખ લ્યાહારી તેણે દીધી, પારેખના ગુણ ગાય”
હીરવિજયસૂરિ રાસ પૃ. ૧૫૫ “આ સિક્કો ચેકબા રૂપાને બનાવેલું હતું. તેની આકૃતિ લંબગોળ હતી. અને કિંમત ૧ શી. ૬ પેન્સ હતી. વળી તે પરશિઅન સિક્કો હતે. આ સિક્કો અકબરના વખતમાં ચાલતે. મહમૂદી. મહિમુદી પાંત્રીસ હજાર, ખરી સફળ કર્યો અવતાર,
(હીરવિજયસૂરિ રાસ પૃ. પર) આ સિકકે ચાંદીને હતે. તેની કિંમત લગભગ ૧ શિ. હતી. ૨૫-૨૬ પૈસાની એક મહમુદી થતી. કહેવાય છે કે કદાચ આ મહેમુદી ગુજરાતના રાજ મહેમુદ બેગડા (ઈ. સ. ૧૪૫૯ થી ૧૫૧૧) ના
૧ સૂરીશ્વર અને સમ્રાટ પૃ. ૪૧૪ ૨ સૂરીશ્વર અને સમ્રાટ પૃ ૪૧૪.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org