________________
૧૬૬
ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ. જાગરે દાનમાં આપ્યાથી તે જાગીરની આવકથી દિનપ્રતિદિન તે ધનાઢ્ય થતા ગયા અને તે ધન અહીંના વ્યાપારીઓને મુડી તરીકે ઉપયોગી નીવડે એ દેખીતું છે. પરદેશથી ધનવાન મુસલમાન સેદાગર આવીને વસ્યા જેથી તેમની મુડી પણ ખંભાતને વ્યાપાર વધારનાર મુડીમાં ઉપયોગી નીવડી; તેમજ ગુજરાત અને હિંદના બીજા ભાગમાંથી ધનાલ્યો અત્રે આવીને વસવા લાગ્યા. આથી વેપારની મુડી વધવા લાગી. વળી પરદેશ સાથે વ્યાપાર ખેડવામાં કુશળ તથા સાહસિક એવા પૈસાદાર પારસી લેકે ખંભાતમાં આવી વસ્યા. આમ જુદે જુદે રસ્તેથી ખંભાતમાં વ્યાપારીઓની અને મુડીની ભરતી થવાથી ખંભાતને વ્યાપાર ખિલવાને અનુકૂળતા થઈ.
એ સમયે માલની લેવડ દેવડ તથા નાણાંની આપ લે માટે પણ સારી સરળતા થઈ હતી. જંગમ મુડી ઘણું ફરતી હોવાથી ઘણે ભાગે
કડ કિંમતથી માલ ખરીદાતે. એ સિવાય શરાફ પેઢીઓને લીધે હુંડી પત્રીથી પણ નાણાને અવેજ અપાત. ચોકખા વર વહેવારવાળા વેપારી સારી શાખવાળા દલાલ અને પ્રમાણિક આડતીઆએને લીધે વિશ્વાસુ ધીરધાર ઘણું થતી. માલ પરખાવવા તથા ભાવતાલ મુકરર કરવામાં પણ વિશેષ ભાંજગડ પડતી નહિ. તેથી વેપાર રોજગારનું કામ ધમધોકાર ચાલતું. અને દરરોજ લાખ રૂપીઆના માલની ઉથલપાથલ ખંભાતના બંદરે થતી.
એ રીતે વેપારજગાર માટેની સઘળી સવડે, ઉપયોગી સાધને, અગત્યના સાહિત્ય, સમયની અનુકૂળતા, રાજ્યનું રક્ષણ, વ્યાપારનું કેન્દ્રસ્થળ, ધનવાન વેપારીઓનું આગમન, પરદેશી વેપારીએની ધંધાની હરિફાઈ, વિદ્યા તથા હુન્નરમાં થતો વધારો, કારીગરના કામમાં સુધારો થઈ બેટે રસ્તે થતી મહેનતને બચાવ ઈત્યાદિ અનેક કારણને લીધે ખંભાતને વેપાર દુનીઆના ઘણા દેશો સાથે વધ્યું હતું. કયા કયા મુલક સાથે વેપાર ચાલો.
ખંભાતને વેપાર ઈરાન, આફ્રિકા, જંગબાર, સેફાલા સુમાત્રા, જાવા, પગ, ચીન વગેરે દરીઆ પારના દેશો સાથે ચાલતે તેમ ભારતખંડના કોંકણુ, મલબાર, કેરમંડલ, અને બંગાળના કિનારાના બંદરેમાં ખંભાતના વ્યાપારીઓનાં વહાણે ફરતાં. તેમ દેશની અંદર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org