________________
ખંભાતની નજીકનાં જૈન સ્થાને.
૧૬૩ સં. ૧૯૩૯ ની સાલમાં સુધર્મગ૭ના આચાર્ય શ્રી વિનયદેવસૂરિ ખંભાત આવ્યા ત્યારે કસારી પુરમાં ત્રણ દિવસ રહ્યા હતા. તે વખતે તેમણે પાર્શ્વનાથના દર્શન કર્યાનું મનજીઋષિએ વિનયદેવસૂરિરાસમાં લખ્યું છે. તે લખે છે કે – ગપતિ પાંગર્યો પરિવારઈ બહુ પરવર્યા,
ગુણભર્યા કંસારી આવીયા એક પાસજિર્ણદ એ અશ્વસેનકુલિ ચંદ એ,
વંદ એ ભાવ ધરીનઈ વંદીયા એ; વદ્યા પાસજિસર ભાવઈ ત્રિણ દિવસ ભી કરી, હવઈ નયરિ આવઈ મેતી બધાવઈ શુભ દિવસ મનસ્યઉં ધરી.
(એ. રા. સં. ભા. ૩ જે પૃ. ૩૧). આવી જ રીતે વિધિપક્ષીય ગજસાગરસૂરિના પ્રશિષ્ય અને લલિતસાગરના શિષ્ય મતિસાગરે સં. ૧૭૦૧ ની સાલમાં ખંભાતની તીર્થમાળા બનાવી છે તેની અંદર પણ ચિંતામણી પાર્શ્વનાથનું, આદિનાથનું અને નેમિનાથનું એમ ત્રણ દેરાસરે હોવાનું જણાવ્યું છે. વર્તમાન કાળમાં ખંભાતના ખારવાડાના દેરાસરમાં કસારી પાર્શ્વનાથની મૂર્તિ છે–આ મૂર્તિ કંસારીપુરમાંથી લાવવામાં આવી હતી. સંભવ છે કે આજ પાર્શ્વનાથની મૂર્તિને પહેલાં ભીડભંજન પાર્શ્વનાથ કહેતા હોય.
કંસારી ગામમાં વિ. સં. ૧૫૭૦ માં શ્રી વિમલસરિને જન્મ થયો હતો. તેમના સંબંધમાં લખે છે કે–
તસ પરિસરી સારી કામિ પુર કસારી, જિહાં પાસ જિણેસર મૂરતિ અતિહિ સારી; વનવાવિ સરેવર કૂવ અનઈ આરામ, ર્તિહાં વસઈ મંત્રીસર સમધર અતિ અભિરામ.
અત્યારે પણ કંસારી પાસે આંબાવાડીઉં છે; પાસે વાવ છે અને તે જગ્યા ઘણું રમણીય છે.
કડુઆમતના છઠ્ઠા સા રત્નપાલ કસારીમાં જન્મ્યા હતા. આ સઘળા ઉપરથી જણાય છે કે કંસારી મધ્યકાળમાં સારી સ્થિતિમાં હોવું જોઈએ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org