________________
ખંભાતની નજીકનાં જેને સ્થાને.
૧૬૧
શળજ.
* . ૧ખંભાતથી ત્રણ ગાઉ ઉપર રાળ જ નામે ગામ છે. ત્યાં શ્રી ગોડી પાર્શ્વનાથનું જુનું દેવાલય છે. પાસે ઉતરવાની સેઈ છે. કારતક વદ ૭ ને દિવસ બહુ મહિમાવાન ગણાય છે જેથી તે દિવસે ખંભાતથી સંઘ રાળજ જાત્રા કરવા જાય છે. ત્યાં પૂજા ભણાવે છે ને ધ્વજા ચઢાવે છે. ખંભાતથી ત્યાં વાહનમાં જઈ શકાય છે. આ મંદિરની દેખરેખ જેનશાળા કમિટીની છે.” અકબરપુર,
ખંભાતના ઈશાન ખૂણામાં સ્ટેશન નજીક અકબરપુર આવેલું છે. હાલ ત્યાં થોડાં મુસલમાનનાં તથા શેડાં હલકી વર્ણનાં ઘરે છે. ત્યાં કેઈ જેન દેવમંદિર નથી, તેમ અન્ય ધમીઓનું એક પણ મંદિર નથી, પરંતુ ઇતિહાસમાં તેના વર્ણન વાંચતાં જણાય છે કે તે સ્થાન ઘણું મોટું અને ધર્મસ્થાનેવાળું હોવું જોઈએ અકબરપુર એ અકબર રાજાના નામ ઉપરથી પડયું છે. ઈ. સ. ૧૫૭૩ માં અકબરે ગુજરાત જીત્યું; અમદાવાદમાં પોતાના નામને ખુતબે પઢાવી પછી તે ખંભાત આવ્યો હતો. ખંભાતના લોકોએ તેને સારું માન આપ્યું. તેણે ખંભાતમાં પહેલ વહેલે સમુદ્ર જે. તેથી એક વહાણમાં બેસી સમુદ્રની સફર કરી મઝા ભેગવી. અકબર છ દિવસ ખંભાતમાં રહી વડેદરે થઈ દિલ્હી ગયે, પિતાના તરફથી અઝીઝ કેકલતાશને ગુજરાતને સુબેદાર નીમે.
અકબરપુરમાં ઉપાશ્રય તથા જૈન દેરાસરે હતાં. કવિ કાષભદાસે બનાવેલી અને પોતાના હાથે લખેલી ખંભાતની ચૈત્ય પરિપાટી ઉપરથી જણાય છે કે સત્તરમાં સૈકામાં ત્યાં ૧ વાસુપૂજયનું જેમાં સાત બિબો હતાં. ૨ શાન્તિનાથનું જેમાં એકવીસ જિનબિંબ હતાં અને ૩ આદિશ્વરનું જેમાં વીસ પ્રતિમાઓ હતી. વળી શ્રી વિજયસેનસૂરિની પ્રકૃતિ બગડી ત્યારે (વિ. સ. ૧૬૭૧ ને જેઠ વદિ ૧૦) નાર ગામથી અકબરપુર આવીને રહ્યા હતા.
૧ “ચૈત્યપરિપાટ પૃ. ૫૯ ૨ “ગુ ઈ. ખંભાતના ઇતિહાસ સહિત” લે. ન. ચં. ભટ્ટ પૂ. પ૦ " ક "સુરિશ્વર અને સમ્રાટ પુ ર૩૬ નેંધ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org