________________
૧૬૨
ખંભાતને પ્રાચીન જેને ઈતિહાસ. “અકબરપુરમાં સેલ ઈકોતેરઈ, પધરાવ્યા મધ્યરાતિ ઉપાસરિઈ.”
- જે. એ. ગૂ. કા. સં. પૃ. ૧૬૨ શ્રી વિજયસેનસૂરિના બીજા શિષ્ય કમલવિજયના શિષ્ય વિદ્યાવિજયે અને તેમના શિષ્ય ગુણવિજયે સં. ૧૬૪ માં મેડતામાં શ્રી વિજયસેનસૂરિને નિર્વાણ રાસ બનાવ્યું છે તેમાં સં. ૧૬૭૨ ની સાલ આપી છે.
વરર્સિ સેલ બહુતરિ, ખંભનયર ચઉમાસ કરવા શ્રી અકબરપુરિ, આવ્યા મહિમ નિવાસે રે-૪૪
જે. એ. ગૂ. કા. સં. પૃ. ૧૬૯ શ્રી વિજયસેનસૂરિ અકબરપુરમાંજ નિર્વાણ પામ્યા, અને તે સ્થાને ચંદુ સંઘવીએ સ્તુપ કરાવ્યો હતો. જેનું વર્ણન અન્યત્ર આપવામાં આવ્યું છે. કંસારી. - ખંભાતના સ્ટેશનથી ઈશાનકેણે અર્ધા માઈલને છેટે કંસારી નામે ગામ છે. તે ખંભાતથી ઘણુંજ નજીક હોવાથી ખંભાત સાથે નિકટ સંબંધવાળું છે. વર્તમાનકાળમાં ત્યાં જૈન મંદિરે નથી; તેમ જેનેની વસ્તી નથી. પરંતુ ઈતિહાસ ગ્રંથમાં તેની નોંધ લેવાઈ છે જેથી તે ઐતિહાસિક બન્યું છે. તે - સત્તરમાં સૈકામાં કંસારીમાં જેનેનાં દેરાસર તથા જેનેની વસ્તી હતી. કવિ રાષભદાસે બનાવેલી ખંભાતની ચેત્યપરિપાટીમાં તેનું વર્ણન આ પ્રમાણે કર્યું છે,
ભીડિભંજન જિન પૂજવાં કસારીપુરમાંહી જઈઈ, બાવીસ ખૂબ તીહાં નમી ભવિક જીવ નીલહઈ થઈઈ; બીજઈ દેહઈ જઈ નમું સ્વામી અષભંજિગુંદ, - સતાવીસ વૅબ પ્રણમતા સુપરષમનિ આણંદ. ૧૪દા
" આ ઉપરથી જણાય છે કે તે વખતે કંસારીપુરમાં બે દેરાસરે હતાં; એક ભીંડભંજન પાર્શ્વનાથનું અને બીજું ઋષભદેવનું. ભીડભંજન પાર્શ્વનાથના દેરાસરમાં બાવીસ જિનબિંબે હતાં જ્યારે રાષભદેવના દેરાસરમાં સત્તાવીસ હતા.
૧ “સૂરીશ્વર અને સમ્રાટ' પૃ. ૨૧૪ નેધ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org