________________
પુસ્તક લેખન અને પુસ્તક ભંડાર
૧૨૯
૧૪–પુસ્તક લેખન અને પુસ્તક ભંડાર.
ભારત વર્ષમાં પ્રાચીન સમયમાં મનુષ્યમાં શારીરિક બળ બહુ સારા પ્રમાણમાં હતું. અને એ સાથે માનસિક સ્મરણ શકિત ઘણુંજ હતી હજારો વર્ષથી તે શકિતઓમાં દિનપ્રતિદિન ઘટાડે થતું જાય છે; પ્રાતીન સમયમાં ગુરૂ મુખેથી જે મંત્ર ભણાવતા તે શિષ્ય સમરણ કરી લે; અને એ રીતે આ ગ્રંથના ગ્રંથ મગજમાં ભરાઈ જતા. આજે તે શક્તિએ નષ્ટ થએલી જોઈએ છીએ. આ વિષયમાં સ્વ. મુનિશ્રી હિમાંશુવિજ્ય ન્યાય કાવ્ય તીર્થ જણાવે છે કે –
વીર નિર્વાણ પછી લગભગ સવા આઠ વર્ષ (ઈ. સન ૩૦૦ લગભગ) ભારતમાં એક મેટ દુકાળ પડે. જે ઉપરા ઉપરી બાર વર્ષ સુધી અવિચ્છિન્ન ચાલ્યો. તેણે લાખો ગરીબ શ્રીમંતોના અને પાપી-ધમીઓના પ્રાણની આહુતિ લીધી. હજારે બહુત જૈન મુનિઓ પણ તેના તાગ બન્યા. જે મુનિઓ આયુષ્ય બેલે જીવિત રહી શકયા તે ક્ષુધા પીડાને લીધે અત્યંત અશક્ત શરીરવાળા થયા. માનવીના પ્રાણ અન્નમય છે. તેમને પેટ પૂરતી ભિક્ષા નહિ મળવાથી તેમની સ્મરણ શકિત ક્ષીણ થઈ પરંપરાથી ભણેલાં શાસ્ત્ર ધીરે ધીરે ભૂલતાં ગયાં તેમાં અનેક અશુદ્ધિઓ અને પાઠ ભેદો થયાં. સાધુઓ જુદા જુદા દેશમાં ચાલ્યા ગયા. આ રીતે દુખ પૂર્ણ ભારતના બાર વર્ષો ભૂપની પીડાથી પૂરા થયાં. યથેષ્ટ વૃષ્ટિ થઈ પૃથ્વી આદ્ધ થઈ અને ફરી ફલકુલ ધાન્યથી શોભવા લાગી.” તે વખતે જેનેના જે વિશિષ્ટ સાધુઓ અવશિષ્ટ હતા તેમાં શ્રી કન્દિલાચાર્ય અને શ્રી નાગાર્જુનાચાર્ય મુખ્ય હતા. તેઓ મુતજ્ઞાનના સાગર અને સમય જાણનાર હતા. તેમાં એક હતા મધ્ય દેશમાં અને બીજા ગુજરાત દેશમાં વિચરતા હતા. તે બંને આચાર્યોને લાગ્યું કે જેનાગમ ઘણું વિસરાઈ ગયું છે માટે કેટલું અને કેવું બાકી રહ્યું છે તેની ખાત્રી કરી ફરી તેને વ્યવસ્થિત કરવું જરૂરનું છે. આ વિચારથી આચાર્ય ઋન્દિલાચાર મથુરામાં અને નાગાજુનાચાર્યે વલભીપુર (કાઠિઆવાડ) માં તમામ જૈન શ્રમણોની એક પરિષદુ (કોન્ફરન્સ) ભરી. આ બંને પ્રાંતો અને ૧ “બુદ્ધિ પ્રકાશ' ત્રિમાસિકનો સને ૧૯૩૬ ને અંક ૧ પૃ. ૩૨ ૨ જુઓ રવિવારની ટીકા નિષકરંડકની ટીકા તથા હેમોગશાસ્ત્રવૃત્તિ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org