________________
૧૩૬
ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ. ધ્યાનમુદ્રામાં ને વાસનમાં મળી આવે છે. તેઓના બાને હાથ ખેાળામાં ઢીલી રીતે ગોઠવાયેલા હોય છે. હસ્તમુદ્રા સિવાય બીજી બધી બાબતે લગભગ બૌદ્ધમૂર્તિઓને મળતી આવે છે. ર૪ તીર્થકરનાં પ્રતિમાવિધાનમાં વ્યક્તિભેદ ન હોવાથી લક્ષણતરને લઈને જ આપણે મૂર્તિઓને જુદા જુદા તીર્થકરના નામે ઓળખી શકીયે. આસન ઉપર સાધારણ રીતે તીર્થકરનું લાક્ષણિક ચિન્હ કે લાંછન ચિત્રિત હોય છે. બજારના ચિંતામણુ પાર્શ્વનાથ કે માણેકચોકના યરામાના આદિનાથની પ્રતિમા સન્મુખ તમે જઈ ઉભા રહો તે એ મૂર્તિઓની ઉપર જણાવેલી લાક્ષણિક અસર થયા વિના રહેશે નહિ. ધ્યાનમગ્ન થઈ જવાશે; શોકમહાદિ ક્ષણભર ભૂલી જવાશે. અને બેજારૂપ જીવન રસિક લાગશે.
ઘુમટ અને શિખર –ખંભાતના જૈન મંદિરમાં કેટલાક ઘુમટવાળા છે, કેટલાક શિખરબંધી છે અને વધુ પ્રમાણમાં માત્ર અગાસીવાળા છે. દેવળના અંદરના ભાગમાં દેવ હોય છે. દેવની સન્મુખ ઉભા રહી દર્શન–પ્રાર્થના કરવાની હોય છે. એ પ્રાર્થના કરનાર જ્યાં ઉભો રહે છે તે ભાગ ઘુમટવાળો હોય છે. અંદરનો ભાગ જુદો પાડી દીધેલો હોય છે. ઘુમટ ઉપર સૂર્યના પ્રકાશ પડી તે પરાવર્તન પામી તેને પ્રકાશ મંદિરમાં પ્રવેશ કરે છે. સૂર્યનાં સીધાં કારણે પ્રવેશ કરતાં નથી. આથી મંદિરમાં શીતળતા હોય છે. પ્રત્યેક મંદિરમાં આરસનો પત્થર હોય છે, જેથી તે પણ શીતળતામાં વૃદ્ધિ કરે છે; આથી અન્ય મંદિરે કરતાં જૈન મંદિરમાં શીતળતા વિશેષ હોય છે; દેવ સાનિધ્યમાં દર્શનપ્રાર્થના કરનાર ઉપર તે શીતળતાની અજબ અસર થાય છે. ધગ ધગતા ઉનાળામાં કે ધગ ધગતા મગજ વખતે એ શીતળતા મુમુક્ષુને દેવમાં દાકાર બનાવા કારણભૂત નીવડે એ નવાઈ જેવું નથી.
આગળના ભાગમાં થાંભલાવાળો મંડપ હોય છે. થાંભલા ઉપર આડા પત્થા ગોઠવી અષ્ટ ખુણાવાળો અને પછી ઉપર જતાં ગોળ એવો ઘુમટ હોય છે. થાંભલામાં સાંકળ બાંધેલી ઘંટડીઓ કતરેલી હોય છે. કેટલેક સ્થળે વધારે થાંભલા મૂકી ઘુમટ મેટે કરેલો છે; ત્યારે કેટલેક સ્થળે થાંભલા મૂક્યા સિવાય ઘુમટ કરેલ છે, બજારના ચિંતામણિ પાર્શ્વનાથ મંદિરમાં દર્શન કરવા ઉભા રહેવાને મંડપ ભાગ એવી રીતે તૈયાર કર્યો છે કે તે જોતાં પ્રાચીન કારીગરીનું ઉત્તમ ભાન સહેજમાં આવી જશે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org