________________
૧૫૪
ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ.
ભાટ થાટ છંદ વિરદ સુહાવઈ, સંભલિ લોકનઈ હરષિ ન માઈ; મૃગનયણી સસિવયણી સેહઈ કિનરકંઠી જનમન મોહઈ–૮૬ ગાયઈ હરષઈ મંગલચારિ, તેરણ હેઈ ઘર ઘર બારિ, ઈંદ્રાણી મનિ હરષ અપાર, ધન જીવ્યઉં અહ લષમી એ સાર–૮૭ સા બાલા નવનવ સિંગાર, દસઈ વસ્ત્ર નઈ વેષ ઉદાર; જાણિ કિ દેવકુમર ગુણિરાજઈ, નવલિ તુરંગમિ ચડિઆ છાજઈ–૮૮ લક્ષણ વજણ ગુણહ ભંડાર, રૂપિ ઉદાર નઈ કુલ સિંગાર; મનમથ મેહથર હર કંપાવઈ, નિજબલિ ત્રિભુવન આણદીપાવઈ–૮૯ મસ્તકિ પ અનોપમ દીસઈ, તેજિઈ સૂરિજ વિશ્વાવસઈ; તિલક નિલાડી કમલદલ નેત્ર, અંજનરેષા અતિ ઝીણું પવિત્ર–૯૦ કાને કુંડલ ઝલહુલહાર, ચંદ્ર સૂરિજ પરતપિ અવતાર કંઠ હિયઈ વરહાર ઉદાર, વદન ચંદ્ર સેવઈ તારાહાર–૯૧ બાજુબંધ બહિરષા નવગ્રહ, અંગુલિ જડિત મુદ્રાનઈ સંગ્રહ કણદેરઉ કડિ વેસ ઉદાર, વર્ણન કરત નપામઉં પાર–૯૨ ઉચ્છવઅધિકા તિહ કરી, રાયમલ્લ કુમાર વિચાર પિતા પ્રમુખ પયકમલિ, નમિ વરઘોડઈ અસવાર” ૯૩
અર્વાચીન સમયમાં જ્યારે આ ધાર્મિક વરઘડે કાઢવામાં આવે છે, ત્યારે પ્રથમ રાજ્યને આણેલા ઘોડા ઉપર ડંકે અને એક “નિશાન” ઘોડા ઉપર એમ બે અગ્રપદે રાખવામાં આવે છે. વરઘોડાનું તે મહત્વપૂર્ણ સૂચક ચિહ્યું છે. જેના દૂરથી આવતા ઘોષથી રસ્તા ઉપરના મકાનેવાળી ત્વરાથી આગળ આવે છે. તેમજ જિજ્ઞાસુઓ ધીરજથી જુએ છે. ડંકાનિશાન પછી ધ્વજાદંડ રાખવામાં આવે છે, જેને ખેંચનાર સુંદર ઓઢાથી શણગારેલા બળદો હોય છે. રથના જેવાં તેને ચાર પૈડાં રાખવામાં આવ્યાં છે, તેની ગતિ થવાથી વચમાં રહેલો રંગપૂર્ણ ધ્વજદંડ ગોળ ફરે છે, એટલે તે પુતળીઓ તે દંડ ફેરવતી હોય એવો દેખાવ થાય છે, બાકીની ખાલી જગામાં ચાર ખુરસીઓ સામસામી ગઠવી છે તેમાં જેણે બેસવાને અધિકાર મેળવ્યો હોય તે બેસે છે, આગલી બાજુ પર પેટીવાજુ અને તબેલા મૂકવાની ગોઠવણ હોય છે, જ્યારે એને એક સ્થળે ઉભો રાખવામાં આવે છે ત્યારે તે શ્રી જિનપ્રભુજીના ગુણોના ગાયને ગાય છે. રથ ચાલતો હોય ત્યારે તેના પિડામાં મુકેલાં ઝાંઝરને અવાજ મીઠે લાગે છે. ખાસ ધર્મના વરઘોડા માટે બનાવરાવેલ અને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org