________________
૧૫૬
ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ. ૪ ઓશવાલ–ત્રેવીસમાં તીર્થંકર પાર્શ્વનાથ પ્રભુની ગચ્છ પરંપરામાં તેમની પાટે છઠ્ઠી શ્રી રત્નસુરિજી થયા. તેમણે ઉપકેશ પટ્ટનમાં મહાવીર સ્વામીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી તેમણે એશિયા નગરીમાં રાજાને તથા ક્ષત્રીને પ્રતિબધી તેઓને ઓશવંશ સ્થાપન કરી “ઓશવાળ” બનાવ્યા. ૧
આ જ્ઞાતિએ કરાવેલાં બિબે ઉપરથી જણાય છે કે તે શ્રીમાળી જ્ઞાતિથી બીજે નંબરે આવે છે. અત્યારે આ જ્ઞાતિની વસ્તી સારા પ્રમાણમાં કહેવાય (જેન ધર્મ પાળતી જ્ઞાતિના મુકાબલે.) - પ પ્રાગ્વાટ પરવાડ-આ જ્ઞાતિમાં વૃદ્ધશાખા અને લઘુશાખા એટલે વીશા પોરવાડ અને દશા પોરવાડ એવા બે ભેદ છે.
૬ મોઢ જ્ઞાતિ–આ જ્ઞાતિમાં વૃદ્ધશાખા અને લઘુશાખા એવા ભેદ છે. આ જ્ઞાતિએ ખંભાતમાં ભરાવેલાં બિબોની સંખ્યા ઓછી છે. ખંભાતમાં આ જ્ઞાતિ અત્યારે જૈન ધર્મ પાળતી નથી.
૭ ગુર્જર જ્ઞાતિ–ખંભાતમાં હાલ ગુર્જર વાણીયા, ગુર્જર સુતાર વગેરે ગુર્જર તરીકે ઓળખાતી જ્ઞાતિઓ વસે છે. પરંતુ હાલ તેમાંનું કેઈ જેન ધર્મ પાળતું નથી. જેને પ્રતિમાઓના લેખો ઉપરથી એમ જણાય છે કે “ગુર્જર” જ્ઞાતિના લોક જૈન ધર્મ પાળતા. સં. ૧૩૮૭ થી સં. ૧૬ર૭ સુધીના લેખ મળે છે એટલે લગભગ સત્તરમાં સૈકાની આખરે આ જ્ઞાતિ જૈન ધર્મ પાળતી નહિ હોય.
૮ ડીસાવાલ જ્ઞાતિ–ખંભાતમાં મેશ્રી વાણીયાઓમાં ડીસાવાલ (દેશવાલ) જ્ઞાતિ ગણાય છે. આ જ્ઞાતિના લેખ સં. ૧૩૩૧ થી સં. ૧૫૨૮ સુધીમાં ત્રણ મળે છે જે ઉપરથી જણાય છે કે તે જ્ઞાતિ સઘળી જૈન ધર્મ પાળતી નહિ હોય અગર તે જ્ઞાતિની સ્થિતિ પેસે ટકે સારી નહિ હોય. સં. ૧પ૮ પછી તેનો એક પણ લેખ મળતો. નથી એટલે ત્યાર પછી એ ધર્મ પાળનારી તે જ્ઞાતિ ઘટી ગઈ હશે.
ઉપર જણાવેલી જ્ઞાતિ સિવાય પ્રાચીન લેખમાં નીચેની જ્ઞાતિએના ઉલ્લેખ મળે છે. હું બડ જ્ઞાતિ, પલ્લીવાલ જ્ઞાતિ, વાયડ જ્ઞાતિ, સૌરાષ્ટિક અને સૌવણિક જ્ઞાતિ. આ જ્ઞાતિઓનું ખંભાતમાં હાલ અસ્તિત્વ નથી. એટલે વર્તમાન કાળમાં વીસા શ્રીમાલી, દશા શ્રીમાલી, ૧ ગુચ્છમત પ્રબંધ પૃ. ૭.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org