________________
જૈન મંદિરોનું સ્થાપત્ય.
૧ ૩૫
૧૫-જૈન મંદિરનું સ્થાપત્ય. ભારતીય સંસ્કૃતિનું હાર્દુ ધર્મ છે અને ધર્મને અંગે સમાજની દરેક પ્રવૃત્તિમાં પરિવર્તન થાય છે.
પ્રતિમાવિધાન–“જેનધર્મ નિવૃત્તિ–પ્રધાન ધર્મ છે ને એનું પ્રતિબિંબ, એના મૂર્તિવિધાનમાં આદિકાળથી લઈ છેવટ સુધી એકજ રીતે પડેલું મળી આવે છે. ઈ. સ. ના આરંભની કુશાણ રાજ્યકાળની જે જેની પ્રતિમાઓ મળી આવે છે તેમાં, અને સેંકડો વર્ષ પછી બનેલ મૂર્તિઓમાં બાહ્ય દ્રષ્ટિએ બહુજ થોડે ભેદ જણાશે. જેન અડતની કપનામાં શ્રી મહાવીર સ્વામીના વખતથી માંડીને શ્રી હીરવિજયસૂરિના કાળ સુધીમાં કઈ ઉંડા ફેરફાર થયેજ નહિ.” ૧ જેન મૂર્તિવિધાનમાં વિવિધતા–અનેક રૂપતા ન આવી. મંદિરને અને મૂર્તિઓને વિસ્તાર ઘણાજ વધ્યો, પણ વિસ્તારની સાથે વૈવિધ્યમાં કે ગંભીરતામાં વધારે ન થયે. પ્રતિમાના લાક્ષણિક અંગે લગભગ બે હજાર વર્ષ સુધી એકજ રૂપમાં કાયમ રહ્યા ને જેન કેવલીની ઉભી કે આસીન મૂર્તિમાં લાંબા કાળના અંતરે પણ વિશેષ રૂપભેદ થવા ન પામ્યો. જૈન મૂર્તિઓ ઘડનારા સદા ઘણા ભાગે હિંદવાસી જ હતા. પ્રાચીન શિલ્પીઓએ પણ જૈન અને બૌદ્ધ પ્રતિમાઓમાં તે ધર્મની ભાવનાઓને અનુસરીને પ્રાણ કું. જૈન તીર્થકરની મૂર્તિ વિરક્ત, શાંત, ને પ્રસન્ન હોવી જોઈએ. એમાં મનુષ્ય હદયના નિરંતર વિગ્રહને માટે–એની અસ્થાયી લાગણીઓ માટે, સ્થાન હોય જ નહિ. જેન કેવળીને આપણે નિર્ગુણ કહીએ તો પણ ખોટું નહિ. એ નિર્ગુણતાને મૂર્ત શરીર આપતાં સૌમ્ય ને શાંતિની મૂર્તિજ ઉદ્દભવે; પણ એમાં સ્કૂલ આકર્ષણ કે ભાવની પ્રધાનતા ન હેય. એથી જેની પ્રતિમા એની મુખમુદ્રા ઉપરથી તરતજ ઓળખી શકાય છે. ઊભી મૂર્તિઓના મુખ ઉપર પ્રસન્નભાવ અને હાથ શિથિલ લગભગ ચેતન રહિત સીધા લટકતા હોય છે. નગ્ન અને વસ્ત્રાચ્છાદિત પ્રતિમાઓમાં વિશેષ ફરક હોતો નથી. પ્રાચીન શ્વેતાંબર મૂર્તિઓમાં પ્રાયઃ એક કટિવસ્ત્ર નજરે પડે છે. આસીન પ્રતિમા સાધારણ રીતે ૧ શ્રીયુત નાનાલાલ મગનલાલ મહેતા. આઈ. સી. એસ. ડેપ્યુટી કમિશનરને
જૈન પ્રતિમા–વિધાન અને ચિત્રકલા” વિષે મનનીય લેખ જુઓ. જેના સાહિત્ય સંશોધક ખંડ ૩ અંક ૧ પૃ. ૫૮.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org