________________
ઉપાશ્રયો અને સંસ્થાઓ.
૧૪૩ સાલમાં રૂ. ૪૪૫) ની થઈ હતી, તે સિવાય “રાહદારી'ના વેપારીઓ, સાડીના વેપારીઓ, જીનીંગ ફેકટરીઓ વગેરે તરફથી પાંજરાપોળ માટે રકમ લેવાય છે.
પાંજરાપોળ તરફથી માછલાની જાળે છોડાવાય છે.
આ સ્ટેટમાં ગૌવધ નહિ કરવા બાબતને હુકમ ડબ્લ્યુ. પી. કેનેડી સાહેબે સને ૧૮૯૧ ના જુલાઈ માસની ૧૬ મી તારીખે કર્યો છે. જેથી આ રાજ્યમાં તે થતો નથી. જીવાતખાનું
ગવારા દરવાજા બહાર મેચીવાડે નાનફળીયામાં જતાં ડાબા હાથ તરફ જીવાતખાનું આવે છે. અહીં બે મોટા ઊંડા તળીયાવાળા ઓરડા છે. તેની બાજુમાં જીવાત ઉઘરાવી લાવનાર માણસને રહેવાની ઓરડી છે. એક નકર મહેલે મહોલ્લે ફરીને ખાસ કરીને જેનેના લત્તામાંથી કિલ્લો, ઈયળો, જીવડાં વગેરે જીવાત અથવા તેવું અનાજ ઉઘરાવી લાવે છે અને તે ઓરડામાં નાખે છે. વર્ષે વર્ષે એરડા બદલે છે. જુને એારડે દસબાર વર્ષ બંધ રાખ્યા પછી તેમને કચરો ખાતર તરીકે વેચી નાખવામાં આવે છે.
અહીં એક સ્થાન પર નાની દહેરી છે. તેમાં એક આચાર્યના પગલાં છે. તે તદ્દન જીર્ણ અવસ્થામાં છે. આ ઉપરથી એમ જણાય છે કે આ સ્થળ ઘણું જુનું હોવું જોઈએ. પરબડીએ:
જેવી રીતે પશુઓ માટે પાંજરાપોળ છે; જંતુઓ માટે જીવાતખાનું છે તેમ ઉડતાં પંખીઓને પિષણ માટે પરબડીઓ છે. સામાન્ય રીતે ગુજરાતના દરેક ગામેગામ હોય છે તેવી રીતે અહીં પણ છે; મોટે ભાગે ખંભાતના દરેક મહોલ્લે મહેલે પરબડીઓ છે. જેને કેટલીક ખાસ પરબડીઓ તરફ ધ્યાન આપે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org