________________
૧૪૦
ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ. ૬ પાયચંદગછને ઉપાશ્રયમાણેકચોકથી બાળપીપળા તરફ જતાં નાની ખડકીમાં પાયચંદગચ્છનો ઉપાશ્રય આવેલ છે.
૭ માણેકચોક ઉપાશ્રય-માણેકથી અલગ તરફ જતાં જમણા હાથ તરફ એક ઉપાશ્રય છે. ઘણુ ગૃહસ્થની મદદથી તેની સુધારણા ઠીક થઈ છે. એ માટે શ્રી ઋદ્ધિસૂરિજીને ઉપદેશ ખાસ હતો.
૮ ધર્મશાળા–બાળપીપળા આગળની સંધની ધર્મશાળા છે કે જે મૃતપ્રાય: દશામાં છે. નજીકમાં પાયચંદગચ્છના સાધુને ઉપાશ્રય છે વળી ખુણામાં પણ ના ઉપાશ્રય છે.
૯ જીરાળાપાડામાં નવી શ્રી નેમિસૂરિની પ્રેરણાથી બંધાયેલી પાઠશાળા છે કે જેમાં ઉપરના બે માળે સાધુઓને ઉતરવાની સગવડ છે. પ્રથમ આ સ્થાને દહેરાં હતાં, જે મેટા દહેરામાં ભેળવી દેવામાં આવ્યાં છે, આમાં એક યરૂં છે જેની કારીગીરી ખાસ જોવા જેવી છે. પવાસનને કમાન તેમજ ગેખલા વગેરે કારીગીરી જે ભૂતકાળની આપણું કીર્તિસ્મૃતિ તાજી થાય છે.
૧૦ ઓશવાલની વાડી–દાદા સાહેબની ખડકીમાં એશવાલ જ્ઞાતિની વાડી છે.
૧૧ શેઠ અંબાલાલ પાનાચંદની ઘર્મશાળા-બજારના શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જિનાલયની પાસે આ ધર્મશાળા આવેલી છે. વચ્ચેના ભાગમાં ખુલે ચોક છે અને આજુ બાજુ સરાઓ છે; ત્યાં ભાષણે, વ્યાખ્યાન વગેરે કરવાની સારી સગવડ છે; જેથી જેનેતરે પણ તેને ઉપયોગ કરી શકે છે. ઉપરના મજલે આચાર્ય મહારાજે ઉતરે છે તથા નીચેયાત્રાળુ મુસાફરો ઉતરે છે. ત્યાં વાસણ ગોદડાં વગેરેની સર્વ પ્રકારની સગવડ છે. ત્યાં એક પુસ્તકાલય છે.
સ્વ. શેઠ અંબાલાલ પાનાચંદે સામાન્ય દશામાંથી સ્વબળે આગળ વધી મુંબઈમાં લક્ષ્મી પ્રાપ્ત કરી હતી. આ શેઠે પોતાની સલમીને ઉપગ આ ધર્મશાળામાં કરી પિતાની કીર્તિ અમર કરી છે, તેની વ્યવસ્થા તેમના ભાઈ શેઠ દીપચંદ પાનાચંદ કરે છે. તેઓ સુકીર્તિમાન, ધર્મ અને ગુણાનુરાગી છે.
૧૨ સાગરગચ્છને ઉપાશ્રય-સાગટાપાડામાંની શ્રીમાળી જ્ઞાતિની વાડી (સાગરને ઉપાશ્રય) નું વિશાળ મકાન છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org