________________
૧૩૪
ખંભાતને પ્રાચીન જૈન ઈતિહાસ.
--------
-
તેઓશ્રીએ સુરીશ્વર અને સમ્રાટમાં છપાવ્યા છે. જેમાંનું ચંદુ સંઘવીને આપેલું ફરમાન આ પુસ્તકમાં આપવામાં આવ્યું છે.
૪ શ્રી વિજયનેમિસુરિ જ્ઞાન ભંડાર–વર્તમાન સમયને શાસનસમ્રાટ પૂજ્ય મહારાજ શ્રી વિજયનેમિસુરિના ઉપદેશને પરિણામે ખંભાતના ખારવાડામાં ગગનચુંબી ભવ્ય ઈમારત સરસ્વતીના ધામરૂપ શેભી રહી છે. ચાર મજલામાં સુંદર અને મજબુત કબાટમાં સુશોભિત પોથી બાંધણાથી સારી રીતે રક્ષાયેલાં હજારો પુસ્તકો સંગ્રહ કરાયેલા છે. ખંભાતમાંના વર્તમાન પુસ્તક ભંડારમાં તે અજોડ છે; તેની વ્યવસ્થા પૂજ્ય મહારાજશ્રીની આજ્ઞા પ્રમાણે થાય છે. વિકમની બારમી, તેરમી, ચૌદમી અને પંદરમી સદીમાં જેમ પુસ્તક લખાવાને પ્રબંધ ચાલ્યો હતા, તેમ વીસમી સદીમાં “જ્ઞાનશાલા” સ્થાપી પુસ્તકના સંરક્ષણ અને સંગ્રહનો સારો પ્રબંધ કર્યો છે. ઐતિહાસિક દૃષ્ટિએ આ મહાન કામ ગણાય.
પ યતિભંડાર–જીરાલાપાડામાં તથા બીજા ઉપાશ્રયમાં છુટા છવાયા સંગ્રહો છે. ખંભાતના જૈન ભંડારની પીટર્સન સાહેબે લીધેલી મુલાકાત –
છે. પીટર્સન સાહેબે એપ્રીલ ઈ. સ. ૧૮૮૪ માં અને માર્ચ સને ૧૮૮૬ માં ખંભાતના ભંડારની મુલાકાત લીધી હતી. તેમણે શાંતિનાથનો ભંડાર ખાસ તપાસ્યો હતો. તેમાંથી દરેક ગ્રંથ આદિ અને અંતભાગ સાથે તપાસી તેની નેંધ લીધી છે. નંબર, પુસ્તકનું નામ, રચનાર, નં. લે. દરેક પાનામાં લાઈન, સંવત, અને રિમાર્ક વગેરે ખાના પાડી તમામ પુસ્તકે ધી લીધા છે. લગભગ ૧૨૦ પોથી તાડપત્રો ઉપર છે એમ જણાવ્યું છે. કેટલાક ગ્રંથમાં એક પુસ્તક (ગું બીજુ લખી દીધેલું તેમના જેવામાં આવ્યું છે. એમણે તૈયાર કરેલા રિપોર્ટ સને ૧૮૮૭ માં પ્રસિદ્ધ થયા છે. જિજ્ઞાસુ વાચકે પહેલે અને ત્રીજે રિપોર્ટ વાંચશે તે જ્ઞાનભંડારમાં રહેલાં પુસ્તકોની યાદી જણાશે.
પરદેશથી કેટલાક યુપી મુસાફરે કે સ્વદેશી પ્રખ્યાત વિદ્વાનો એ ભંડારે જોવાની ઈચ્છાથી આવે છે. કિન્તુ શહેરના કેટલાય એવા જિજ્ઞાસુઓ તે જોવા પામ્યા હશે કે કેમ? તે વાત શંકાસ્પદ છે. એ ભંડાર તરફથી તાડપત્રો પર લખાયેલ પ્રતાની યાદી પ્રગટ થઈ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org