________________
ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ. વિજયદેવસૂરિ ગૃહસ્થાવસ્થામાં ધર્મસાગરજીના ભાણેજ થતા હતા અને પરસ્પર બંનેને પ્રેમ હતું તેથી ગચ્છ બહારની હકીક્તને પત્ર ધર્મસાગરે વિજયદેવસૂરિને લખ્યો કે જેના ઉત્તરમાં વિજયદેવસૂરિએ પત્રની અંદર જણાવ્યું કે-“કશી ચિંતા ન કરશે; ગુરૂનું નિર્વાણ થયે તમને ગચ્છમાં લેઈ લઈશું. આ પત્ર માણસ સાથે મેકલ્ય; તેણે ભૂલથી તે વિજયસેનના હાથમાં આવે. વાંચતાં હૃદયમાં પિતાના શિષ્યને માટે આઘાત થયે અને બીજા કોઈને ગ૭પતિ નીમવા વિચાર રાખ્યો. વિહાર કરતાં ખંભાત આવ્યા. સં. ૧૬૭૧, ત્યાં સ્વર્ગ જેવા પહેલાં આઠ વાચક (ઉપાધ્યાય) અને ચારસે મુનિના પરિવારને બોલાવી જણાવ્યું કે-“એક વખત તમે વિજયદેવસૂરિ પાસે જઈ મારૂં વચન માન્ય રાખવા કહેજે; જે માન્ય કરે તે પટ્ટધર તેનેજ સ્થાપજે. નહિ તે બીજા કોઈ યોગ્ય મુનિને સ્થાપજે.” એમ કહી સંઘ સમક્ષ તે આઠે ઉપાધ્યાયોને ! સૂરિમંત્ર આપ્યો.
આઠે વાચકેએ વિજયદેવસૂરિ પાસે અમદાવાદ આવી સ્વર્ગસ્થ . આચાર્યને અંતિમ સંદેશ કર્યો, પણ તેમણે તેને અસ્વિકાર કર્યો, એટલે વિજયસેનની ગાદી પર વિજયતિલકરિ સ્થાપિત કર્યા. તે ત્રણ વર્ષ પછી સ્વર્ગસ્થ થયા. ઈ. સ. ૧૯૭૪. કવિ રાષભદાસે તેમને આચાર્ય તરીકે માન્ય રાખ્યા.
તે સિંહગુરૂ માહરે રે, વિજયતિલક તસ પાટ, સમતા શીળ વિદ્યા ઘણી રે, દેખાડે શુભ ગતિ વાટ.
આ આચાર્ય મૂળ વિસલનગરના હતા. એક વખત આચાર્ય વિજયસેનસૂરિ ખંભાત પધાર્યા, તે વખતે વિસનગરના દેવજીશાહ પિતાના બે પુત્ર અને પિતાની સ્ત્રી સાથે આચાર્યને વંદન કરવા આવ્યા હતા. તે વખતે આ આચાર્યના ઉપદેશથી તેમણે વૈરાગ્ય ઉત્પન્ન થયો ને પિતાના પુત્ર અને સ્ત્રી એ ચારે જણે વિજયસેનસૂરિના હાથે દીક્ષા લીધી. વિજયતિલકસૂરિને ખંભાતમાં સંવત ૧૬૭૩ માં ગચ્છનાયકપદ આપવામાં આવ્યું.
૧ દીપવિજય કૃત સેહમકુલ પદાવલી રાસ ઉપરથી કવિ ઋષભદાસના * શ્રી મેહનલાલ દ. દેશાઈના નિબંધમાંથી. ગુ. પો. સા ૫. રિ. પૃ૧૯ ૨ વધુ વિવેચન માટે વિજયતિલસૂરિ રાસ જુઓ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org