________________
સ્થભતીર્થ અને ધાર્મિક મહાજનો. ૧૧૧ ઋષભદેવની સ્થાપના કરી અને વડોદરામાં કરેડા પાર્શ્વનાથ અને નેમિનાથ એમ બેની સ્થાપના કરી. વળી સં. ૧૬૪૪ માં વજીઆના પુત્ર મેઘજીએ શ્રી શાંતિનાથનું બિબ કરાવ્યું હતું. અને તેની શ્રી વિજયસેનસૂરિએ પ્રતિષ્ઠા કરાવી હતી તથા સં. ૧૬૫૮ના માઘ સુદિ ૫ ને સોમવારે બે ભાઈઓએ શ્રી સ્તંભનક પાર્શ્વનાથનું બિબ કરાવ્યું હતું.
પરીખ રાજીઆ અને વજીઆએ સંઘવી થઈને આબુ, રાણપુર અને ગોડી પાર્શ્વનાથની યાત્રા માટે મોટા સંઘ કાઢયા હતા. ઘેઘલા ગામમાં (દીવ પાસે) કેઈ માણસ જીવહિંસા કરે નહિ એવો હુકમ મેળવ્યું હતું. સંવત ૧૬૬૧ ની સાલમાં ભયંકર દુકાળ પડે ત્યારે તેમણે ચાર હજાર મણ અનાજ વાપરીને ઘણું કુટુંબની રક્ષા કરી હતી, એટલું જ નહિ પણ ગામે ગામ પિતાનાં માણસને મોકલીને ગરીબેને રેકડી રકમ આપીને સહાયતા કરી હતી. એકંદરે તેઓએ ૩૩ લાખ રૂપીઆ પુણ્ય કાર્યમાં ખરચ્યા હતા. ધન્ય છે ખંભાતના એ સિખી ગ્રહને! એનું નામ લક્ષ્મી કમાયા ગણાય. જેન ભાઈઓને તેમને દાખલ લેવા જોગ છે. કવિ રાષભદાસ તેમનાં ઠામ ઠામ વખાણ કરે છે. તે કહે છે કે –
પારેખ વજી રાજી જેન શિરોમણું જાણું , જિનમત વાસી જિન જપે સિર વહે જિનની આણ”
(હી. રા. પૃ. ૧૫ર) વળી કહે છે કે-મુનિવરમાં ગુરૂ હીરજી, અસુર અકબર સાર; વણિગ વંશમાં રાજીએ, દયાદાન નહિ પાર.
(હી. ૨. પૃ. ૧૫૬) . અન્ય કવિઓ પણ ઉપરોક્ત બેઉ ભાઈઓનાં ઘણાં વખાણ કરે છે. અઢારમા શતકમાં ખંભાતમાં આવેલા યાત્રાળુ શિલવિજયજી પિતાની તીર્થમાળામાં કર્થ છે કે—(સં. ૧૭૪૬).
પારિખ વજી નિ રાજીઆ શ્રી શ્રીવંશિ બહુ ગાજીઆ. પાંચ પ્રસાદ કરાવ્યા ચંગ, સંઘ પ્રતિષ્ઠા મનનિ રંગ-૧૩. જેહની ગાદી ગોઆ બંદિર, સેવન છત્ર સેહિ ઉપરિ.
કોઈ ન લપિ તેહની લાજ નામિ સીશ કરંગી રાજ.” ૧ જે. ધા. પ્ર. લે. સં. ભા. ૨ જો લે. પ૮૧ જુઓ. ૨ એજ લે. ૫૬૩ જુએ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org