________________
૧૧૦
ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ પારેખ વજીઆ અને રાજીઆના પૂર્વજ આહલણસી મૂળગાંધાર પુરમાં રહેતા હતા. તેઓ જ્ઞાતિએ શ્રીમાળી વણિક હતા. તેઓને ધંધો વેપાર કરવાનું હતું. પરીખ વજીઆ અને રાજીના વેપાર કરવા સારૂ ખંભાતમાં આવ્યા. વેપારમાં તે ઘણું દ્રવ્ય કમાયા. આ વખતે ગોવામાં ફિરંગીઓનું રાજ્ય હતું. તેમના દરબારમાં તેમણે સારી પ્રતિષ્ઠા મેળવી હતી. કહેવાય છે કે એક વખત ચેઉલના એક ખેજગીને અને બીજા કેટલાક માણસને ગોવાના ફિરંગીઓએ કેદ કર્યા હતા. તેમને ફિરંગી અધિકારીઓએ છોડ્યા નહિ. છેવટે તે જગીને એક લાખ લ્યાહરી દંડ કર્યો. પણ દંડ આપવાની તેની શક્તિ ન હતી. છેવટે તેને પરીખ વજીઆ અને રાજીઆનું નામ દીધું ને તેઓને બોલાવવામાં આવ્યા. પરીખ રાજીએ ફિરંગીના અધિપતિ વીજલ પાસે ગયે. તેણે લાખ લ્યાહરી ભરીને જગીને છોડાવ્યું. પેલા ખોજગીને પિતાને ઘેર કેટલાક દિવસ રાખી પછી તેને ચેલેલ પહોંચતા કર્યો પાછળથી જગીએ એક લાખ લ્યાહરી રાજીઆને ભરી દીધા.
એક વખત આ જગીએ બાવીસ ચોરેને કેદ કર્યા હતા. તેમને તે એક દિવસ તરવાર લઈને મારવા તૈયાર થયો. ત્યારે ચેરેએ કહ્યું “આપ મેટા પુરૂષ છે. અમારા ઉપર દયા કરે. વળી આજે રાજીઆ શેઠને ભેટે તહેવાર (ભાદરવા સુદ ૨) ને દિવસ છે. રાજીઆ શેઠને તેહવારને દિવસ છે એ સાંભળતાં જ તેણે ચોરેને મારવાનું છોડી દઈ કેદથી મુક્ત કર્યા અને કહ્યું કે તે તે મારા મિત્ર છે એટલું જ નહિ પણ મને જીવન દેવાવાળા છે. તેમના નામથી હું જેટલું કરૂં તેટલું થોડું છે. આ ઉપરથી સમજાશે કે ખંભાતના એક વ્યાપારીની રાજદરબારમાં કેટલી લાગવગ અને પ્રતિષ્ઠા હશે.
બંધાવેલા જિનભવન: પરીખ વજી રાજીઆએ પાંચ જિનભવને બંધાવ્યાં છે. ખંભાતમાં ત્રણ દરવાજા આગળ હાલ અંબાલાલ પાનાચંદની ધર્મશાળા છે ત્યાં સંવત ૧૬૪૪ ના જેઠ સુદ ૨ ને દિવસે શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ તથા શ્રી મહાવીર સ્વામિની પ્રતિષ્ઠા કરી. મૂર્તિઓ ઘણુજ વિશાળ અને ભેંયરામાં છે. ઘણુ પરદેશી મુસાફરે તેને જોવા આવે છે. આખા મંદિરનું વર્ણન કરતા દર લેકને મોટા શિલાલેખ તે મંદિરમાં છે. તે લેખ આ પુસ્તકમાં પરિશિષ્ટમાં આપવામાં આવ્યો છે. તે વાંચવાથી તેની ભવ્યતા અને સુંદરતા સમજાશે. બીજું ગધારમાં નવપલ્લવ પાર્શ્વનાથનું બંધાવ્યું. નેજામાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org