________________
૧૧૨
ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ. કાવીને સાસુવહુનાં દહેરાં બંધાવનાર ગાંધી અરજી (સં. ૧૬૪૯)
. ગુજરાતના વડનગરના રહેવાસી નાગર જ્ઞાતીય અને ભદ્રસિવાણા ત્રિય ગાંધી દેપાલ ખંભાતમાં આવીને રહેવા લાગ્યા. વેપાર કરતાં તેણે કેટી દ્રવ્ય પેદા કર્યું. તેને પુત્ર અલુઓ ગાંધી હતે. ને તેને પુત્ર લાડકે ગાંધી હતે. લાડકાને બે પુત્ર થયા. વાડુએ અને ગંગાધર વાડુઆને બે સ્ત્રીઓ હતી. પિટી અને હીરાબાઈ હીરાબાઈને ત્રણ યુ થયા. કુંવરજી, ધર્મદાસ અને સુવીર. કુંવરજીને એક સ્ત્રી હતી જેનું નામ વીરાંબાઈ હતું. ' કાવીમાં એક જૈન મંદિર હતું. તે ઘણુંજ જીર્ણ થઈ ગયું હતું. તેને જીર્ણોદ્ધાર કરવાની વાડુઆ ગાંધીને ઈચ્છા થઈ. તે ગૃહસ્થ તેના જીર્ણોદ્ધારને બદલે તદન નવુંજ બંધાવ્યું. અને સં. ૧૬૪૯ ના માગસર સુદિ ૧૩ ને દિવસે આદીશ્વર ભગવાનની સ્થાપના કરી અને શ્રી વિજય સેનસૂરીના હાથે તેની પ્રતિષ્ઠા કરાવી.
એક વખત હીરાંબાઈ સાસુ અને વિરાંબાઈ વહુ પિતાના (સં. ૧૬૪૯ માં) બંધાવેલા મંદિરમાં દર્શન કરવા ગયાં. મંદિરનું બારણું બહુ નીચું હોવાથી વહુએ સાસુને ધીરે રહીને કહ્યું બાઈજી! મંદિરનું શિખર તે બહુ ઉંચુ બનાવ્યું પણ બારણું બહુ નીચું કર્યું. વહુનું આ વચન સાંભળીને સાસુને રીસ ચઢી. તેણુએ વહુને મેણું મારતાં કહ્યું કે વહુજી તમને હોંશ હેાય તે પીયરથી દ્રવ્ય મંગાવી મોટા શિખરવાળું મંદિર બંધાવે અને તેનું બારણું સમજી વિચારીને ઉંચું મૂકો.
સાસુના મહેણા ઉપર વહુને રીસ ચઢી. તેણે તત્કાળ પીરથી દ્રવ્ય મંગાવ્યું અને સં. ૧૯૫૦ માં મંદિરનું ખાત મુહૂર્ત કર્યું. પાંચ વર્ષે મંદિર પુરૂં થયું. એ મંદિરનું નામ “રત્નતિલક” રાખ્યું. વિજયસેનસૂરિના હાથે શ્રી ધર્મનાથની સં. ૧૬૫૪ ના શ્રાવણ સુદી ૮ (૧૬૫૬ ના વે. સુ. ૭) ને દિવસે પ્રતિષ્ઠા કરાવી. આ બંને દહેરાં “સાસુવહુનાં દહેરાનાં નામથી પ્રસિદ્ધ છે.
વળી એજ મંદિરમાં આવેલી આદિનાથની પાદુકા ઉપર એક લેખ છે. તેમાં જણાવ્યું છે કે સં. ૧૬૫૬ ના વૈશાખ સુદ ૭ ને ૧ પ્રા. જે. લે. સં. ભા. ૨ લે. ૪૫૧ જુઓ. ૨ પ્રા. જે. લે. એ ભા. ૨ લે. ૪૫૩ ૩ એજ લે. ૪૫૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org