________________
સ્થંભતીર્થ અને મહાપુરુષો. જોઈ સજ્જન બોલ્યો કે “સ્વામિ એ દહેરૂં તમારૂં છે માટે તમારા માતાપિતાને ધન્ય છે. સરઠ દેશનું સઘળું ધન મેં એમાં ખરચ્યું છે. જે આપને પૂણ્ય જોઈતું હોય તે તેમ અગર ધન જોઈતું હોય તે તે આપું. રાજાએ પૂણ્ય લેવાનું પસંદ કર્યું.
સજ્જને આ ધર્મ કાર્ય કરી સોરઠની પ્રજાને પાળી ઈતિહાસમાં અમર નામના કરી છે. અત્યારે બીજા પ્રમાણે ઉપલબ્ધ થતાં સુધી ખંભાતનાંજ કવિ ઋષભદાસનું કથેલું માન્ય રાખીએ તો ખંભાતને એક જૈન ગૃહસ્થ ગુજરાતના મહાન રાજાધિરાજને પ્રધાન હતો તે વાત ખંભાતના વતનીઓને ગૌરવાંક્તિ કરનાર છે. મહારાજા કુમારપાળ–વિ. સં. ૧૧૯).
| ગુજરાતના આ સોલંકી મહારાજાને ગાદી પર આરૂઢ થતાં અનેક અનેક વિપત્તિઓમાંથી પસાર થવું પડ્યું છે. મહારાજા સિદ્ધરાજ એમ જાણતો હતો કે મારા પછી કુમારપાળ ગાદી પર બેસનાર છે. તે વાત તેને ગમતી ન હતી; તેથી કુમારપાળને નાશ કરવાને તે નિરંતર પ્રયત્ન કરતો. કુમારપાળ જીવ બચાવવાને ખાતર કંગાલ હાલતમાં અનેક ગામ પરગામમાં ભય અને દુઃખને માર્યો રખડતે હતો. તેને અન્નના પણ સાંસા પડતા હતા. આવી દુખદ સ્થિતિમાં ભવિષ્યમાં થનાર મહારાજા અને જીનશાસનનો મહાન આશ્રયદાતા પિતાને કંઈક આશ્રય મળશે એવી આશાથી તે ખંભાત આ. આ સમયે લગભગ તેની ઉંમર ૪૮ થી ૫૦ વર્ષની હતી.
ખંભાતમાં તે સમયે જીન ધર્મ પાલક ઉદયન મહેત કે જે મહારાજા સિદ્ધરાજને મંત્રી હતા તે પ્રધાનપદે હતો એટલે રાજ્યાશ્રય મળવાની કંઈક આશા રખાય; વળી જૈનાચાર્ય કલિકાલસર્વજ્ઞ શ્રીમન હેમચંદ્રાચાર્ય જૈનધર્મને ઝંડો ફરકાવી રહ્યા હતા એટલે ધનપતિ શ્રાવકે તેમને વશ હોય એ સ્વાભાવિક હતું. ૧ સજજન મરણ પામ્યા પછી તેના પુત્ર પરશુરામે “ધન અગર પૂણ્ય” લેવાને પ્રસંગ બન્યો એમ ‘કુમારપાળ પ્રબંધ” માં છે.”
જૈન ઇતિહાસ” શ્રી જૈનધર્મ વિદ્યા પ્રસારક વર્ગ––પાલીતાણું. તરફથી પ્રકાશિત પુસ્તકમાં સાજનદે” સંબંધી હકીકત આપી છે. તેમાં તેણે પિતાની હયાતીમાં સિદ્ધરાજને પૂર્ણ લેવાનો પ્રસંગ સ્વીકાર્યો છે. ભીમ નામના એક ગૃહસ્થ સજજનની વતી દ્રવ્ય આપવાની ઈચ્છા જણાવી છે. પાછળ સિદ્ધરાજે માફ કરવાથી તે દ્રવ્ય શ્રી નેમિનાથના મંદિરમાં વાપરવામાં આવ્યું છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org