________________
- સ્થંભતીર્થ અને મહાપુરુષો. મલવાદી અને વસ્તુપાળ-મારવાડ દેશના રહેનાર મહુવાદી પિતાની ભૂમિમાં દ્રવ્ય વગેરેના અછતપણાથી દુઃખી થવાથી સમુદ્ર તટે વસતા લક્ષ્મીના સાગર સમા વસ્તુપાળની કીર્તિ સાભળી તંભતીર્થ આવ્યા અને શ્રી સ્તંભન પાર્શ્વનાથના પૂજારી થઈ રહ્યા. એક દિવસ વસ્તુપાળ શ્રી સ્તંભન પાર્શ્વનાથનું સંઘ સહિત પૂજન અર્ચન કરવા આવે છે તેમ હજારો શ્રમને વ્યય કરી જિનાલયે કરાવે છે. તે વખતે આવી તકનો લાભ લઈ મદ્યવાદી મંત્રીશ્વરના પ્રસંગમાં આવે છે. - પહેલાં તો એક વખતે મલ્વવાદીના એક ગાયુક્ત વચનથી મંત્રીશ્વર તેમના આગળથી ચાલ્યા ગયા હતા. તે વાર્તા બેઉ મળવાથી સ્પષ્ટ થાય છે; અને મદ્યવાદી બહુ સુંદર રીતે વસ્તુપાળની પ્રશસ્તિથી તેને અર્થ સમજાવે છે. મંત્રીશ્વર બહુ પ્રસન્ન થયો. પોતાના ભંડારીને બેલાવી તે સૂરીપદને ધારણ કરનાર મવાદી કવીંદ્રને એકાંતમાં દશ હજારે સોનામહેરે અર્પણ કરવાનો હુકમ કર્યો. ભંડારી તે હુકમને આધીન થઈ તે સેનામહોરે મોકલે છે પણ તે મદ્ધવાદી સ્વીકારતા નથી. અને કહે છે કે હું ગમે તેવો પણ જેન એવા શ્રેષ્ઠ પદને ધારણ કરનાર છું. પછી તે દ્રવ્યથી મદ્ભવાદીના કહેવા પ્રમાણે ભરૂચના ચિત્યને ઉદ્ધાર કરાવ્યો.
ઉપસંહાર–ખંભાતની ભૂમિ પર અણહીલવાડની ગાદી પરના સેલંકી કે વાઘેલા કોઈપણ રાજાના વખતમાં જે જે પ્રધાને આવ્યા છે તેમાં મંત્રી વસ્તુપાળનું પદ સર્વોત્તમ છે. આ ધનવાન મંત્રીએ ખંભાતને રિદ્ધિવંત અને સુખી કરવાનું બાકી રાખ્યું નથી. ખંભાતના ઈતિહાસમાં એ સમય અત્યંત આબાદીને અને વિજયવંતો જણાય છે. આ જૈનધર્મ પ્રેમી પ્રધાને પિતાની કીર્તિને સદા અમર કરી છે તે સાથે ખંભાતનું નામ સંકળાયેલું રહેશે. સુબે જયંતસિંહ–(વિ. સં. ૧૨૭૯)
ખંભાતના મહામાત્ય વસ્તુપાલને બે પત્નીઓ હતી. તેમાં પ્રથમ પત્ની લલીતાદેવીથી થએલે પુત્ર તે જ્યન્તસિંહ તેને જોત્રસિંહ પણ કહે છે.
વસ્તુપાલે સંવત ૧૨૭૬ થી ૭૯ સુધી ખંભાતના અમાત્યની પદવી ભેગવી. ત્યાર પછી તેની જગા તેના પુત્ર જયન્તસિંહને આપવામાં આવી.' १ महामात्य श्री वस्तुपालस्यात्मजे महं श्री ललितादेवी कुक्षि सरोवर राजहंसायमाने महं. श्री जयंतसिंहे सं. ७९ पूर्व श्री स्तंभतर्थ मुद्राव्यापारान्
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org