________________
૧૦૬
ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ. થએલા આભૂ શેઠના કુળમાં તે જ હતું. આભૂ શેઠ પછી શિવરાજ નામને પુણ્યશાળી શેઠ થયો. તેને સીધર નામે પુત્ર છે. તેને પુત્ર પર્વત નામે થયો. તેને કાલા અને તેનો વાઘા નામના પુત્ર થયા. વાઘાને રજાઈ નામની સ્ત્રીથી વચ્છિઆ નામે પુત્ર થયે. આ વચ્છિને સુહાસિણ નામની સ્ત્રીથી તેજપાલ નામે કુલે દ્ધારક પુત્ર રત્ન થયા. તેિજપાલને તેજ્ય નામે પ્રિયપત્ની હતી. - આ ધનાઢય દંપતી અનેક પ્રકારનાં સુખ ભેગવતાં હતાં. આ સમયના સુપ્રસિદ્ધાચાર્ય શ્રી હીરવિજયસૂરિ તથા શ્રી વિજયસેનસૂરિનાં તે પરમ ભક્ત હતાં. તેમના સદુપદેશથી તેણે જિનમંદિર બંધાવવામાં તથા સંઘભક્તિ કરવામાં પિતાની લક્ષ્મીને સારે વ્યય કર્યો હતે.
વિ. સં. ૧૫૮૭ માં કમશાહે શત્રુંજય ઉપરના મૂળ મંદિરને પુનરૂદ્ધાર કર્યો હતો, પણ તે મંદિર બહુ પ્રાચીન હોવાને લીધે થડાજ સમયમાં પાછું એ મંદિર જીર્ણ થઈ ગએલું જણાયું. તેથી તેજપાલે તેને પુનરૂદ્ધાર કરવાનો વિચાર કર્યો. આ વિચાર તેણે આચાર્યશ્રી હીરવિજયસૂરિને જણાવી તેમના સદુપદેશથી એ મંદિરને ઉદ્ધાર કરે શરૂ કર્યો. અને ટૂંક સમયમાં આખુ મંદિર તદન નવા જેવું તૈયાર કરાવ્યું.
આ મંદિરની ભૂતલથી શિખર સુધીની ઉંચાઈ બાવન હાથની છે. ૧૨૪૫ કુંભે એના ઉપર છે. ૨૧ સિંહ બેસાડ્યા છે. ચારે દિશાની ચાર યોગિનીઓ તથા દસ દિગપાલ એગ્ય સ્થાનમાં બેસાડ્યા છે. આ મહામંદિરની ચારે બાજુ ૭ર દેવકુલિકાઓ, તેટલી જ જૈનમૂર્તિઓથી વિભુષિત થએલી છે. ૪ ગોખલા, ૩ર પુતલિઓ અને ૩૨ તારણેથી આ મંદિરની શોભા અલૌકિક દેખાય છે. વળી મંદિરમાં ૨૪ હાથીઓ અને બધા મળી ૭૪ થંભે લાગેલા છે. આવું મનહર મંદિર જસુ ઠક્કરની સહાયથી સં. ૧૬૪૯ માં તેજપાલે તૈયાર કરાવ્યું. અને તેનું નામ “નંદિવર્ધ્વન” પાડ્યું. તેજપાલે આ ચૈત્ય સમરાવવા જે ધન ખરડ્યું તે જાણું લોકે તેને “પક્રમચયન ધનવ્યયેન કલ્પદ્રુમની ઉપમા આપવા લાગ્યા. કવિ રાષભદાસ કહે છે કે૧ શત્રુંજય ઉપર મુખ્ય મંદિરના રંગમંડપમાં શત્રુંજય ઉદ્ધારને માટે લેખ કરેલ છે. તે લેખ પ્રા. જે. લે. સં. ભા. ૨ જામાં લેખ નં. ૧૨ માં છપાયો છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org