________________
૧૦૩
સ્થંભતીર્થ અને ધર્મિષ્ઠ મહાજને. - રાજા શ્રીમદ્ભ સવાલ જ્ઞાતિને શ્રાવક હતું. તેને શિવાદ અને વલ્હાદે નામની બે સ્ત્રીઓ હતી. પહેલી સ્ત્રીને ધનાઈ નામની પુત્રી હતી અને બીજી સ્ત્રીથી રહિએ નામનો પુત્ર હતો. સંવત ૧૬૭૭ ના કારતક વદ ૨ ને બુધવારે વલ્હાદેએ શ્રીસંભવનાથની પાષાણુ પ્રતિમા કરાવી. તેની પ્રતિષ્ઠા શ્રીવિજ્યસેનસૂરિના શિષ્ય વિજયદેવે કરાવી હતી. આ પ્રતિમા જિરાલાપાડાના ચિંતામણિ જિનાલયમાં છે. અને બીજી પ્રતિમા શ્રી અનંતનાથની કરાવી હતી. ને તેની પ્રતિષ્ઠા તેજ દિવસે શ્રી વિજયદેવે કરાવી હતી.
શ્રીમદ્ભ ઘણે ધનાઢ્ય અને ઉદાર ધર્મપ્રેમી હેવાથી જ તેને રાજા કહેતા હશે. શ્રીમલે સંઘવી થઈને શેત્રુજાને સંઘ કહાડે હતો. કવિ રાષભદાસ કહે છે કે –
ચૈત્રી પુનમ દિન કહેવાય શાહ શ્રીમન્નુ શેત્રુ જે જાય, શાહ શ્રીમલ્લ સંઘવીજ અનંગ, ચાલે જિમ રાણું નિસંગ.
હી. રા. પૃ. ૨૦૬
ઉસવંશી રાજા શ્રીમન્નુ અધલષ્ય રૂપક ખરચઈ ધીર.
મલ્લીનાથરાસ પૃ. ૨૮૪ જસરાજ (સં. ૧૬૬૮)
ઓસવંશમાં સા. જસરાજ કરીને ગૃહસ્થ થયે. તેને જલદે નામે સ્ત્રી હતી અને માંડણ નામે પુત્ર હતો. તેણે સં. ૧૬૬૮ ના અશાડ સુદિ ૨ ને દિવસે શ્રી સમચિંતામણિ પાર્શ્વનાથે કરાવ્યા અને શ્રી. વિજયસેનસૂરિએ તેની પ્રતિષ્ઠા કરાવી. જે હાલ માણેક ચેકમાં છે. તેણે આ પ્રસંગે લગભગ અધે લાખ રૂપીઆ ખરચાનું કવિ કષભદાસ કહે છે. વળી જસરાજના પુત્ર માંડેણે સં. ૧૯૭૭ માં માઘ વદી ૧૦ ને ગુરૂવારે શ્રી જિનચંદ્રસૂરિની પાદુકાઓ કરાવી. ગાંધી કુંઅરજી (સં. ૧૯૮૩)
કવિ રાષભદાસે ગાંધી અરજીનું નામ મેટા ગૃહસ્થમાં ગણાવ્યું છે. સં. ૧૬૮૫ માં સની તેજપાળે શેત્રુ જાની જાત્રા કરવા સંઘ કાઢો ત્યારે ગાંધી કુંઅરજી તે સંઘમાં ગયો હતે. ૧ જે ધા. પ્ર. લે. સં. ભા. ૨ જે. લે ૯૮૦ ૨ એ જ લે ૮૮૨
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org