________________
૮૮
ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ. મોટું બિંબ સ્થાપન કર્યું. શ્રીમાન આમરાજાના ચિત્યમાં તેણે એક દિવ્ય પાષાણુ તેરણ કરાવ્યું, અને શ્યામ પાષાણુનું શ્રી નેમિનાથનું બિંબ કરાવ્યું. વળી અનેક લેકેને અભિષ્ટ ભેજન આપવા ભિન્ન ભિન્ન સ્થાને એ સુશોભિત એવી અનેક દાનશાળાઓ કરાવી. દીન અને ભગ્ન વેપારીઓને કરમુક્ત કર્યા તથા વિશેષે સર્વ સુજ્ઞજનેને અણમુક્ત કર્યા. વળી નગરમાં સુવર્ણના કુંભ, ધ્વજ, દંડ અને ઉછળતી પતાકાવાળાં સેંકડે જેનચૈત્ય કરાવ્યાં. જળ તથા સ્થળ માર્ગથી આવતા વેપારીઓના સુખ નિમિત્તે તેણે દાણુના બે મંડપ જુદા જુદા કરાવ્યા. વળી છાશ વેચવાને ચાલ બંધ કર્યો, કારણકે ગરીબ માણસનું તેથી જીવન નભે. માખણ અને મનુજવિજ્ય તથા પાડા વગેરેની હિંસાનાં કર્યોને નિષેધ કરાવ્યું. સમુદ્રના પાણીમાં પકડવામાં આવતાં માછલાં બંધ કરાવ્યાં. સં. ૧૨૮૯ માં પૈષધશાળા કરાવી તથા ૧૨૨ માં ખંભાત પાસેના નગરામાં વસ્તુપાળે સૂર્યમંદિરમાં રત્ના દેવીની બે પ્રતિમાઓની સ્થાપના કરી.
( આ પ્રમાણે આ ધનવાન મંત્રીએ શ્રી સ્તંભતીર્થમાં જિનભવને, શિવભવને, ધર્મશાળાઓ, બેટી જિનપૂજા, સંઘપૂજાએ, કવિઓને તથા સુજ્ઞજનેને અભીષ્ટદાન વગેરે સુકૃત્ય કર્યો. તેણે પાંચ કરોડ દ્રગ્સને વ્યય કરી પોતાની સમૃદ્ધિને સફળ કરી છે.
વૃદ્ધગચછનું નામ તપાગચ્છ પાડવું–એક વખતે મંત્રીશ્વર ધોળકે હતા તે વખતે શ્રી નાગુંદ્રાચાર્ય પાસે તેમણે શ્રી જગશ્ચન્દ્રમુનિનું મહાસ્ય સાંભળ્યું કે “અત્યારે શ્રી સ્તંભતીર્થમાં વૃદ્ધગચ્છના સ્વામી ચન્દ્રશાખાવાળા શ્રી જગચંદ્ર વિચરે છે. જે જ્ઞાન, ચારિત્ર્ય, તપ, શીલ અને કિયાવત મુનિઓમાં પ્રથમ, નિસંગવૃત્તિવાળા, તથા સદ્ય આંબિલને તપ કરવામાં રક્ત છે.” આ પ્રકારે તેમના ગુણોનું ગાન સાંભળીને વસ્તુપાળ ખંભાત આવ્યા અને તેમને વંદન કર્યું. તે મુનીન્દ્ર તેમને ધર્મલાભરૂપ આશીર્વાદ સહ લક્ષ્મીને સદુપયોગ કરવા વિષે દેશના આપી.
પછી તેમના પર અત્યંત ભકિતરાગને ધારણ કરવાવાળા તે મંત્રીએ તેમની અસાધારણ તપસ્થિતિ જોઈને વિ. સં. ૧૨૫ ના વર્ષમાં મહોત્સવપૂર્વક વૃદ્ધગચ્છનું નામ તપાગચ્છ એવું સત્યાર્થ નામ પાડયું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org