________________
૯૪
ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ. સ્વર્ણ પાલ અને સર્જનસિંહ૧ સાહુ “અદ્વિતીય પુરૂષ હતે. સત્ય ૨૫ દેવાલયો બંધાવ્યાં હતાં અને સિદ્ધગિરિની યાત્રા કરી સંઘ પતિ થઈ વિખ્યાત થયે હતો. ડુંગર બહ દાનશીલ તથા દિલ્હીના રાજા મહંમદને માનીતે થયો હતે. સાલિગે ઘણું દેવાલને જીર્ણોદ્ધાર કરાવ્યું હતું. સ્વર્ણપાલ બહ કીર્તિમાન હતું. જે બેંતાલીશ દેવાલયા સાથે યાત્રિકોથી યુકત થઈ શત્રુંજય તીર્થ ગયે હતું અને છઠ્ઠો પુત્ર સજ્જનસિંહ જેને સાજણસીશાહ કહેતા હતા. જેણે સંવત ૧૪૨૪ માં ૨૪ મે વર્ષે શત્રુંજય તીર્થપદ-સ્થાન કર્યું હતું. વળી સાલિંગ અને સજ્જનસિંહે વિ. સં. ૧૪૧૪ માં પોતાનાં માતાપિતાની મૂર્તિનું યુગલ શત્રુંજય પર સ્થાપ્યું હતું, જેના ઉપર સંસ્કૃતમાં લેખ છે. તેમાં ઉપર જણાવેલી હકીક્ત જણાવી છે.
અણહીલપુર પાટણથી છેડે દૂર સલખણપુરમાં વસતે વીસા પોરવાડ વેદશાહ નામને એક વણીક હતું. તેની વિરમદે નામની સ્ત્રી હતી. તેને કેચરશાહ નામને એક પુત્ર હતો. કેચર બહુજ ધર્મશીલ હિતો. સલખણપુરથી થોડે દૂર બહુચરાજી આગળ અજ્ઞાની લોકો જીવહિંસા કરતા હતા. તેથી કચરશાહનું હૃદય બહું કંપી ઉઠયું હતું. એક વખતે તેને વ્યાપારાર્થે ખંભાત આવવું પડ્યું.
ચર્તુદશીને દિવસ હતે. તપગચ્છ નાયક શ્રી સુમતિ સાધુસૂરિ વ્યાખ્યાન કરતા હતા. અને ખંભાતને જેન સંઘ તે શ્રવણ કરતો હતો. તે સંઘમાં લેકે કેવા હતા કે
લાષીણું કટીધજ ધીર, સાયરપરિ ગિરૂઆ ગંભીર, જાણે દેગુંદક દેવતા, સદ્ગુરૂ ચરણકમલ સેવતા. ૧૯ કોર્ટિ કનક તણું ઉતરી, દસ અંગુલિ વર મુદ્રિક ધરી, ફાંદાલા દુંદાલા બહુ, પહિરિયઉ ઉઢયઉ દીસઈ બહુ. ૨૦ સમરથ સુત જે દેસલહરૂ, સમકિત ધારી ધરમી પરઉં, કરમી મરમી મહિમા મેર, મિથ્યામતિ સવિ કીધે જેર. ૨૧
હતી
પુરી શકે છેહાય હું
૧ સાજણસી શાહના વંશવૃક્ષ માટે “સાહશુપાલ'ના લેખની ટીપણું જુઓ. ૨ જુઓ “જૈન યુગ” પુ. ૧, અંક ૯, પૃ. ૪૧ શ્રી. પં. લાલચંદ્ર જે.
ગાંધીને લેખ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org