________________
૯૮
ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ
“સ્તંભતીર્થમાં કેઈક ભીમ નામના શ્રાવકે નગરની અંદર જ નહિ મળવાથી નગરની બહાર ઘણું, દ્રવ્ય ખરચીને ચંદન અને હાથી દાતેથી એક પૌષધશાળા બંધાવી ત્યારે કોઈકે તેને કહ્યું કે આ નગરની બહાર પિષધશાલા કરી તે તો ફેગટ દ્રવ્ય ખરચ્યું. કેમ કે તેમાં તે કદાચ ભિલે આવીને નિવાસ કરશે. તે સાંભળીને ભીમે કહ્યું કે કોઈક વિહાર કરીને થાકેલા મુનિ ખરેખર તેમાં કાર્યોત્સર્ગાદિક ધ્યાન ધરશે. અને તેથી તે પિષધશાલા સફળ થશે. છેવટે નગરની વસ્તી વધવાથી તે પોષધશાલા હાલ નગરની અંદર આવી ગઈ છે.”
ભીમ શ્રાવકે આબુ પર્વત પર જિન મંદિર બંધાવીને તેમાં મૂળ નાયકની ૫૧ અંગુળની પ્રતિમા સ્થાપવા માટે ઘણીવાર ગાળી ગાળીને ઉત્તમ પિત્તળને રસ કરાવવા માંડે. એટલામાં પાલણપુરના રહેવાસી ધનાશાએ આવી તેને વિનંતિ કરી કે હે ભીમ! આ પ્રતિમા બનાવવામાં તું મારે ભાગ લે. પણ ભીમે ના પાડવાથી તે રસ ઢાળતી વખતે ધનાશા પિતાના જભાની બહામાં ગુપ્ત રીતે કેટલુંક સુવર્ણ લાવ્યો અને હાથ પહોળા કરવાના મિષથી તે સુવર્ણ તે પિત્તળના રસમાં નાખી દીધું. અને તેથી આજે પણ તે પ્રતિમાં અત્યંત જગજગાયમાન દેખાય છે. તે પર શ્યામતા આવતી નથી. અને હાલમાં તે પ્રતિમા કુંભ મેરૂ પર પૂજાય છે.” શાણરાજ (વિ. સં. ૧૪પર).
પંદરમા સૈકાની આખરમાં ખંભાતમાં શાણરાજ નામે એક મહા ધનવાન અને પ્રભાવક શ્રાવક થઈ ગયા છે. તેણે ગિરનાર ઉપર ઘણું દ્રવ્ય ખરચી વિમલનાથ પ્રાસાદ નામનું એક મહાન મંદિર બંધાવ્યું હતું.
તેની પ્રશસ્તિ માટે ગિરનાર ઉપર ગઢના દરવાજાથી જરાક આગળ જતાં ડાબી બાજુ પર મેટા મંદિરના દ્વાર સમીપની દિવાલ ઉપર એક મેટો શિલાલેખ લાગેલો છે. આ લેખ રયલ એસિયાટીક સોસાયટીના ચોપાનીયામાં પ્રગટ થઈ ચૂક્યા છે. તે લેખ અપૂર્ણ છે. ૧ ઉપદેશ તરંગીણી પૃ. ૧૦૮. ૨ , , પૃ. ૧૧૧ આબુના અચલગઢ ઉપર આવી પ્રતિમા છે.
કેાઈ કહે છે કે કુંભારાણુની સ્ત્રીએ ભરાવી છે ખરી વસ્તુ ગ્રહણ કરવી. ૩ પ્રા. જે. લે. એ ભા. ૨ પૃ. ૧૦૦
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org