________________
ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ.
૧૩૭૧ માં શ્રી શત્રુંજય તીર્થોદ્ધાર યાત્રા-સંઘમાં પહેલી વખતે રૂા. ર૭૭૦૦૦૦ ને વ્યય કર્યો હતે. અને બીજી વખતે સં. ૧૩૭૫ માં રૂા. ૧૧૦૦૦૦૦ થી પણ વધારે દ્રવ્યને સદ્વ્યય કરી પિતાને મળેલી લક્ષ્મીના સદુપયોગથી જીવ્યું સાર્થક કર્યું હતું.
આ ઉદાર ધર્માત્માને ત્રણ પુત્રો હતા. એકનું નામ સહજપાલ, બીજાનું નામ સાહણપાલ, અને ત્રીજાનું નામ સમરસિંહ. સહજપાલે દક્ષિણમાં દોલતાબાદમાં જિનાલયમાં ત્રેવીમાં શ્રી પાર્શ્વજીનની સ્થાપના કરી ધર્મ લાભ મેળવ્યું હતું. સમરસિંહે વિ. સં. ૧૩૭૧ માં શત્રુંજયમાં પ્રતિષ્ઠા કરાવી હતી, અને પિતાએ કાઢેલા સંઘની અપૂર્વ સેવા બજાવી હતી. તથા અનેક રાજા બાદશાહોમાં તે માનવંતો બની તિલંગ દેશને સુબેદાર થયો હતો.
સાહણપાલ–ખંભાતમાં રહી વ્યાપારથી લક્ષ્મી સંપાદન કરી પિતાની તથા પૂર્વજોની કીર્તિને વિસ્તારી હતી. સાહણના પિતા દેસલે શત્રુંજયની યાત્રા માટે સંઘ કાઢયે; અને એ સંઘ વિમલાચલ પર ચઢયા ન હતા તેવામાં સાહણપાલ ખંભાતથી સંઘ લઈ ત્યાં ગયો. આગળ દૂતને મેકલી પિતાને ખબર આપી કે “દેવગિરિ (દેલતાબાદ) થી સહજપાલ અને ખંભાતથી સાહણપાલ સંઘ સાથે આવ્યા છે.” તેને પિતા તથા તેને ભાઈ સમરસિંહ સામે આવ્યા અને પ્રેમથી ભેટયા.
“ખંભાતના સંઘમાં જે ઘણું આચાર્યો હતા તેમને સમરાશાહે વંદન કર્યું. પાતાક મંત્રીના ભાઈ મં, સાંગણ ખંભાતથી તે બંને (સહજ અને સારણ) સાથે આવ્યા હતા. વંશ પરંપરાગત સંઘપતિત્વ જણાવી છે. અને તેજ પ્રશસ્તિના એજ કે પરથી પંડિતવર્ય શ્રી લાલચંદ્ર ભગવાન ગાંધીએ “જૈન યુગ” પુ. ૧ લું અંક ૩ પૃ. ૧૦૫ ઉપર સમરસિંહ સુધીની વંશાવળી આપી છે. એ બેઉના મતમાં ભિન્નત્વ એ છે કે શ્રી. પંડિતજી કહે છે કે “સં. ૧૩૭૧ ના શિલાલેખમાં જણાવ્યા પ્રમાણે વંશક્રમથી પ્રશસ્તિના વંશક્રમમાં છેડે ફેરફાર છે. શિલાલેખ ઉપરથી જણાય છે કે સલખણના પુત્ર આજડ, તેનો પુત્ર ગોસલ અને તેના પુત્ર દેસલ હતા. “શિલાલેખને, રાસ પ્રબંધને ઉલ્લેખ અને પ્રશસ્તિના પદ્યને આશય વિચારતાં ગેસલ અને દેસલ બંને ભાઈઓ નહિ પણ પિતા પુત્ર જણાય છે. દેસલથી દેસલવંશ આ જગતમાં ખ્યાતિ પામે છે.” (જૈન યુગ પુ. ૧ અં. ૩ પૃ. ૪૧૦)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org