________________
- ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ. જયન્તસિંહ તેના પિતાના જે ધર્મિષ્ઠ, શ્રદ્ધાળુ અને પ્રજાને સુખી કરનાર હતો. જયન્તસિંહના મનને આનંદ આપવા માટે બાલચંદ્રસૂરિએ લગભગ તેરમા સૈકાની આખરે “વસંતવિલાસ” નામે એક ઐતિહાસિક મહાકાવ્ય રચ્યું છે તેમાં ધોળકાના રાજા વિરધવળના મહામંત્રી અને જયન્તસિંહના પિતા વસ્તુપાળ મંત્રીપદ પર આવ્યા ત્યારથી તેમના મૃત્યુ સુધીનું વર્ણન કરવામાં આવ્યું છે. વળી જયસિહસૂરિએ “હમીરમદમર્દન” નાટક વસ્તુપાલ તેજપાલની પ્રશસ્તિ કરતું સંવત ૧૨૮૬ પહેલાં રચ્યું છે. આ નાટક જયન્તસિંહની આજ્ઞાથી ખંભાતના ભીમેશ્વર ભગવાનની યાત્રાના ઉત્સવ પ્રસંગે પહેલ વહેલું ભજવાયું હતું. આ ભીમેશ્વર મહાદેવ ખંભાતથી બે એક માઈલને છે. “કાળી તળાવડી” નામના ગામે છે. શિવાલયની બાંધણું ભવ્ય છે; તેમ ભગવાન શિવનું બાણ ભવ્ય, મને રમને દર્શનીય છે. આ શિવાલયના શિખર પર વસ્તુપાલે સોનાના કળશ તથા ધ્વજદંડ કરાવ્યા હતા.
જયન્તસિંહને જયતલદેવી, સુહરદેવી અને રૂપાદેવી એ ત્રણ પત્નિઓ હતી. તેમના પુણ્ય માટે આબુ પર્વત ઉપર તેણે ૪ દેવકુલિકાઓ બનાવી છે.
- જ્યન્તસિંહને બે પુત્ર નામે પ્રતાપસિંહ અને બીજો હતે. તે બંનેના શ્રેય માટે વસ્તુપાલે ખંભાતના કુમારવિહારમાં બે દેવકુલિકાઓ બંધાવી હતી.
ચાg afસતિ. ગિરનાર પ્રશસ્તિ. પ્રા. જે. લે. સં. ભા. ૨ લેખાંક ૩૮ આ પંક્તિઓને ભાવાર્થ તે પુસ્તકમાં એ આપ્યો છે કે સં .૭૯ પહેલાં તે સ્તંભતીર્થ (ખંભાત)માં મુદ્રા વ્યાપાર (નાણાને વ્યાપાર-નાણવટનો ધંધ) કરતો હતે. પણ મુદ્રા વ્યાપાર એટલે રાજમુદ્રા (અધિકાર)થી શેભ એ અર્થ લે ઠીક છે. વળી વસ્તુપાલના મરણ પછી જયન્તસિંહના શૌર્યથી આકર્ષાઈ વિશળદેવે તેને પેટલાદને સુબે નીમ્યા હતા. એટલે તે ખંભાતને સુબે હવા વધારે સંભવ છે.
" पेटलाद पुरैश्वर्य जैत्रसिंहायमन्त्रिणे ।
पराक्रमगुणक्रीतः प्रसन्नोऽदात्ततो नृपः ॥" ૨ પ્રા. જે. લે. સં. ભા. ૨ જે પૃ. ૧૨૬ લેખાંક ૬૯ થી ૭ર. ૩ જે. સા. ઈ. પૃ. ૩૧૯ ટીપણી પૃ. ૩૮૪.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org