________________
૮૬
ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ. સંપત્તિ સાથે ખંભાત આવી અને ગુપ્તપણે એક વહાણવટીના ઘરમાં રહી. આ વાત કેઈએ મંત્રીને કહી. મંત્રીએ પિતાનું કાર્ય સાધવાને માટે એક યુક્તિ રચી. તેણે પોતાના ખાનગી માણસો મેકલી તે બુદ્ધિ અમ્માનું જે હતું તે લુંટાવી લઈ સાચવી રાખ્યું. લુંટના બનાવની વસ્તુપાળને ફરિઆદ આવી, એટલે તેણે માણસોને બોલાવી, ધમકાવી બુદ્ધિ અમ્માને માલ તાકીદે લાવી આપવાનું કહ્યું અને તે અમ્માને પિતાને ઘેર બોલાવી તેનું બહુ સારું આતિથ્ય કર્યું. આથી બુદ્ધિ અમ્મા ઘણી રાજી થઈ. વળી તેને કહ્યું કે “તમે મકકે હજ કરવા જાઓ છે તો હું તમને એક આરસપહાણનું તારણ ઘડાવી આપું છું તે ત્યાં બાંધજો.” એમ કહી કારીગરોને સાથે મોકલી મક્કાની મસીદને દ્વારે તે બંધાવ્યું. આ તારણની કીંમત ત્રણ લાખ દ્ર” હતી.
ડેસી મકકેથી હજ કરી ખંભાત આવતાં વસ્તુપાળે સારે ઉત્સવ કર્યો ને ઉત્તમ મહેમાનગીરી કરી. પછી મેજુદીનની મા દિલ્હી તરફ જવા નીકળ્યાં. વસ્તુપાળ તેને મૂકવા દિલ્હી સુધી ગયે.
મેજુદીનને ખબર પડી કે માતા હજ કરીને આવ્યાં છે. એટલે તેણે તેને વાજતે ગાજતે સામૈયું કરી શહેરમાં આણ્યાં. મેજુદીને માતાની ખબર પૂછી ત્યારે તેણે ખંભાતના પ્રધાન વસ્તુપાળના ઘણાં વખાણ કર્યા. મેજુદીને કહ્યું કે “તેને અહીં કેમ લાવ્યા નહિ...? અમ્માએ જવાબ આપ્યો કે તે મંત્રીને અતિ ગૌરવ સહિત લાવી શહેર બહાર રાખ્યો છે.. મજુદીન વાજતે ગાજતે જઈ વસ્તુપાળને શહેરમાં તેડી લાવ્યા અને દશ હાથી તથા સે ઘોડા તથા હીરામાણેકની ભેટ મુકી.. વળી કહ્યું કે “તમે મારી સારી પરણાગત કરી છે તેથી બીજું કંઈક માગી લો.” તે ઉપરથી વસ્તુપાળે માગ્યું કે “ચાલુક્ય રાજા સાથે તમારી જન્માવધિ આનંદકારી પ્રીતિ થાય અને મમ્માણ ખાણના સ્વચ્છ પાંચ પત્થર મળે.” રાજાએ તે કબુલ કર્યું. પછી વસ્તુપાળ ખંભાત આવ્યો. તે પત્થર શેત્રુજ્ય ઉપર મેકલ્યા અને દિલ્હીરાજે ચાલુક્ય રાજા ઉપર ચઢાઈ ન કરતાં મિત્રતા રાખી.
વસ્તુપાળે ખંભાતમાં કરાવેલાં કામેલેકેના ઉપકારને માટે કુવા, બગીચા, પરબ, તળાવો, વાડીઓ તથા શૈવમઠ વગેરે કરાવ્યાં.. ઉત્તરનાં પ્રદેશથી આવતા બ્રાહ્મણને વિશ્રામ માટે એક બ્રહ્મપુરી કરાવી. (હાલ ખંભાતમાં ચોવીસી બ્રહ્મળ અને સાત બ્રહ્મપળ એ નામની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org