________________
સ્થંભતીર્થ અને મહાપુરુષે.
એક દિવસ વસ્તુપાળે પિતાના નેકરને મોકલી દીકને મળવા માટે બોલાવ્યા. સદીક તેને મળવા ન જતાં ઉત્તરમાં કહેવરાવ્યું કે “અત્યારસુધી રાજાઓ અને સેંકડે મંત્રીઓ મારે ઘેર મળવા આવ્યા છે. હું કઈ નરેંદ્રને ઘેર જતો નથી. તેને જે જે જોઈએ તે હું ઘેર બેઠે આપી શકું તેમ છું. મારે ઘેર તેણે મળવા આવવું જોઈએ કે જેથી તેનું કામ નિ:શંકપણે આ નગરમાં થઈ શકે.”
તે સઘળી હકીક્ત વસ્તુપાળને નિવેદન કરી. વસ્તુપાળને. ક્રોધાગ્નિ પ્રજવલિત થયો અને લક્ષ્મીથી ગાવિત થયેલા સદીકને ગર્વ ઉતારવા કહાવી કહ્યું કે “તું સાવધાન રહેજે, હું તારા વિનીતપણાને ઉચ્છેદ કરવા આવી પહોંચું છું.”
આ ખબર સદીકને મળતાં લાટ દેશને રાજા શંખ જે પિતાને મિત્ર હતું તેને પિતાની દુઃખદ હકીક્ત જણાવી.
શંખે પોતાના મિત્ર ઉપર આવી પડેલી આફત માટે પોતાનું મેટું લશ્કર તૈયાર કર્યું અને વાજીંત્રના ઘોષ સાથે ખંભાત આવી પહોંચે. શંખના બળ વિષે એમ કહેવાય છે કે તે ખેરના લાકડાનું જાડું મુશળ પચાસ વાંસની વચ્ચે બાંધી ઘાલ્યું હોય તો પણ તે તલવારના માત્ર એકજ ઘાથી કાપી નાંખતે આ તે બળવાન હતે. બંને તરફથી મહાન દ્ધાઓ વચ્ચે સમુદ્ર તટે ભયંકર યુદ્ધ થયું, તેમાં શંખના ઘણુ યોદ્ધાઓ મરાયા. અંતે શંખ હાર્યો અને સદીક મરાયે.
સદીકને ઘેર જઈ તેની હવેલીમાંથી ૫૦૦ હેમની ઈટ લીધી, ૧૪૦૦ ઘોડા લીધા અને ઘણું જવેરાત લીધું. આ પ્રમાણે જય પ્રાપ્તિ કર્યા પછી કુમારપાળે બંધાવેલ દહેરામાં જઈ મહાપૂજા કરાવી, તે ઉપર સોનાને ધ્વજ ચઢાવ્યા ત્યારપછી તે ધોળકે ગયો.
રાજા વિરધવળ વસ્તુપાળે કરેલા વિજયથી ઘણો ખુશ થયે. વસ્તુપાળે સદીકના ઘરની લીધેલી સર્વ વસ્તુ રાજાના આગળ મુકી દીધી. રાજાએ ખુશ થઈ સદીના ઘરની મૂલ્યવાન ધુળ વસ્તુપાળને આપી દીધી; તેમ સગરના છેકરા દેવને આપી. વળી વસ્તુપાળને ઘણું બિરૂદ આપ્યાં.
દિલ્હીના રાજા મેજુદીન સાથે મિત્રતા–એક દિવસ દિલ્હીના રાજા મેજુદીન (અલ્તમશ) ની માતા મકકે હજ કરવા જેવા માટે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org