________________
સ્થંભતીર્થ અને મહાપુરુષ. પિળો છે) તથા બ્રાહ્મણને કેટલાંક ગામ આપ્યાં. પૌરજનના ઉપકાર માટે લક્ષમીજીનું મંદીર કરાવ્યું. વૈદ્યનાથ મહાદેવનું મંડપ સહિત એક મોટું મંદિર કરાવ્યું તથા ભટ્ટાદિત્યદેવના મંદિરમાં મૂર્તિની ઉત્તાનપીડીકા તથા સુવર્ણ મુગટ કરાવ્યાં. ભીમેશ્વરના મંદિરના શિખર ઉપર સુવર્ણ કળશ તથા ધ્વજદંડ કરાવ્યો. આ વસ્તુપાલે સાલિગપ્રાસાદના ગર્ભમંડપને જીર્ણોદ્ધાર કર્યો. અને તે ગર્ભમંડપના દ્વાર આગળ પિતાની અને પિતાના અનુજ બંધુની લેખ સહિત બે મૂર્તિ સ્થાપના કરી અને તે ચૈત્યની પરિધિમાં ગુરવંશી લક્ષ્મીધરના સુકૃત નિમિત્તે આઠ પાદુકાનો જીર્ણોદ્ધાર કરાવ્યું. વળી વડદેવ તથા વેરસિંહના પુણ્ય નિમિત્તે તેમના પક્ષના બે જુદાં ચેમાં બે જિનબિંબ સ્થાપન કરાવ્યાં. તેમજ ઓસવાળ ગચ્છના પાર્શ્વનાથ પ્રભુના ચૈત્યમાં પિતાની અને પિતાના પુત્રની એમ બે મુર્તિ કરાવી. વળી તે ચિત્યમાં તેમણે પોતાના પૂર્વજોના પુણ્યનિમિત્તે શ્રેયાંસપ્રભુની, પિતાના પુણ્ય નિમિતે યુગાદિદેવની, અને પિતાની સ્ત્રીઓના પુણ્ય નિમિતે આદિનાથ અને મહાવીર ભગવંતની પ્રતિમાઓ સ્થાપના કરી. વળી તે ચૈત્યના ગમંડપમાં મેક્ષનગરના દ્વારના તરણ સ્તંભ સમાન બે કાર્યોત્સગી જિનેશ્વરની મુર્તિ કરાવી. વળી થારાપદ્રક ગ૭ના શાંતિનાથના મંદિરમાં ત્રણ બલાનકવાળા ગર્ભમંડપને ઉદ્ધાર કરાવ્યું, અને તેજ ચૈત્યમાં પિતાની કલિકા નામની ફેઇના પૂણ્ય નિમિતે અને પોતાના કાકા તિઅણપાલના પૂણ્ય નિમિતે અને પિતાના પૂણ્ય નિમિતે પોતે કરાવેલ શારદા પટ્ટુશાલામાં અનુક્રમે સંભવનાથ તથા અભિનંદન સ્વામીની મૂર્તિ સ્થાપના કરી. વળી તેણે વિવિધ રચનાવાળાં ૮૦ પાષાણુનાં તેણે ખંભાતમાં કરાવ્યાં.
શંખ સાથેની લડાઈમાં લુણપાળ મરણ પામે તેની યાદગીરીમાં લુણપાળેશ્વર એ નામનો પ્રાસાદ બંધાવ્યો, પિતાના કુળદેવની આગળ એક રંગમંડપ કરાવ્યું, પોતાના શ્રેય માટે તેજપાલ મંત્રીએ શ્રી અરિષ્ટનેમિની પ્રતિમા સ્થાપના કરી. તેમ ચાલુક્ય રાજાએ કરાવેલ શ્રી આદિનાથના ચેત્યમાં બહેતર દંડ સહિત સુવર્ણના નવા ૭૨ કુંભ રચાવ્યા. અને શ્રી નેમિનાથ તથા પાર્શ્વનાથની બે દેવકુલિકા કરાવી. વળી ચાહડેશના મંદિરમાં તેણે બલાન કરાવ્યું તથા તેમાં એક ધાતુનું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org