________________
૭૮
ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ. હતો તે જણાવ્યું નથી. પરંતુ ખંભાતના શ્રેષ્ઠી કવિ ઋષભદાસે વિ. સં. ૧૯૭૦ માં “કુમારપાલ રાસ રચે છે તેમાં તે સજજન વિષે જણાવે
ઉંદર્યા ગામ તણુઈ વિષય, રહઈ સાજણ શેઠ, કમિ તે નિધન થયે, દુખિ ભરઈ પટ–૧૯ કુલદેવી તસ ઈમ કહઈ, તુઝનઈ સુખ ખંભાતી, અદ્ધિ, સિદ્ધિ, સુખ સંપદા, વાધઈ તાહરી ખાતિ–ર૦૦ દેવી વચને વાણુઓ. ચાલ્યા તેણુવાર,
શકરપુરમાં જઈ રહ્યો, તિહાં રંગાઈ ભાવસાર–ર૦૧
ઉપરના કાવ્યથી જણાય છે કે સજન ઉતર્યા ગામને વણિક હતો. કર્મને તેની અવદશા થઈ અને નિર્ધનાવસ્થા ગુજારવા લાગ્યું. પછી કુલદેવી તેને સ્વપ્નામાં આવી કહી ગઈ કે તું ખંભાત જા ત્યાં તને સુખસંપત અને કીર્તિ મળશે. આથી તે ખંભાત પાસેના શકરપુરમાં રહ્યો.
શકરપુરમાં તે ભાડાના ઘરમાં કેટલેક વખત રહ્યા પછી પૂર્વના પુણ્યાગે “ભેમિથકી ધન તાહરે લહિઉ” અર્થાત્ પ્રાપ્ત થયું. નિધનાવસ્થા હોવા છતાં સદબુદ્ધિ રાખી સોનાના કડા મુખી આગળ જઈ ધર્યા. રંગી ભાવસાર નામના મુખીએ કહ્યું કે મારા શેઠ! એ ધન તે તમને દેવે ભેટ આપ્યું છે માટે તમે રાખે. તેના આગ્રહથી સાજણે તે દ્રવ્ય રાખ્યું. દિન પ્રતિદિન તેનાં સત્કર્મો અને પરાક્રમથી સિદ્ધરાજે તેને પિતાને મંત્રી બનાવી તેને સોરઠદેશ સેં.
સોરઠને પ્રધાન થયા પછી ત્યાંની પ્રજાને સુખી કરવાને ઘણે પ્રયત્ન કર્યો. તેણે સેરઠ પ્રાંતની ત્રણ વર્ષની ઉપજ ભેગી કરી તે વડે ગિરનાર ઉપર શ્રી નેમિનાથનું જીનાલય બંધાવ્યું. આ પ્રમાણે રાજધનને આવા કાર્યમાં વગર પરવાનગીએ પ્રધાને વાપરી નાખ્યું તે બાબતની મહારાજા સિદ્ધરાજને કઈ માણસે ખબર આપી ને તેની વિરૂદ્ધ ભેરવ્યું. સિદ્ધરાજ તરત ગિરનાર આવ્યો અને પ્રધાનને બોલાવ્યો. પ્રધાનને કહ્યું કે મારું સોરઠ દેશનું ત્રણ વર્ષનું ધન કયાં? ત્યારે સજજને કહ્યું કે
તવ સાજણ કહઈ કથન, કહો જેટલું આપું ધન
પણિ એક પુણ્ય લાહે લી જઈ, ગિરિ ઉપરિ યાત્રા કઈ? રાજા શાંત થયે અને ગિરનાર તીર્થભૂમિ ઉપર ચઢ્યો, અને જ્યાં મંદિર હતું ત્યાં ગયો. રાજા તે મંદિર જોઈ રાજી થયું. તેને પ્રસન્ન થયેલા
•
ધન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org