________________
७२
ખંભાતને પ્રાચીન જૈન ઈતિહાસ ચંદ્રગણિ પાસે માંડલમાં ક્રિયે દ્ધાર. વિ. સં. ૧૯૬૭ ના વૈશાખ સુદ ૧૩ શિવગંજમાં આચાર્યપદ. સં. ૧૯૭૨ નાં વૈશાખ વદિ ૮ રાજનગરમાં
સ્વી ગયા. આ આચાર્ય ત્યાગી, વેરાગી, મહા વિદ્વાન, નિગ્રંથ ચૂડામણિ થયા. તેમણે મારવાડ, ગુજરાત, કાઠિવાડ, કચ્છ વગેરે દેશમાં વિચરી ઘણું ભવ્ય જીવોને ઉપકાર કર્યો. તેમજ ખંભાતના નવાબના ભત્રીજા, તથા બજાણાના નવાબને પ્રતિબોધિ માંસ; શિકાર, બંધ કરાવ્યો. વળી છનીઆર, કુકવાવ, દેકાવાડા, ભેંચણી વગેરે ગામોના ગરાશી અને પ્રતિબધી શિકાર બંધ કરાવ્યું હતું. શ્રી દેવચંદ્રસૂરિ તેમની સાથેજ પાટ પર હતા. પં. મહારાજ શ્રી ચતુરવિજય –
અમદાવાદના શેઠ સુરચંદભાઈ નામે વિસા શ્રીમાળી શ્રાવકના એ. પુત્ર થાય. તેમની માતાનું નામ કંકુબાઈ હતું. તેમનો જન્મ સં. ૧૯૦૮ માં થયો હતો. તેમણે સં. ૧૯૩૭ ના મહા સુદ ૫ ડીસા ગામે શ્રી ઉમેદવિજયજી પાસે દીક્ષા લીધી ને તેમનું નામ ચતુરવિજય પાડ્યું.
ખંભાતના શેઠ પોપટભાઈને આગ્રહથી સં. ૧૫૬ નું ચોમાસું ખંભાતમાં કયું. અહીં નાર ગામના રહીશ; બાબરભાઈને દીક્ષા આપી તેમનું નામ શાંતિવિજયજી રાખ્યું. તે વખતે બીજા ઘણા સાધુઓને વડી દીક્ષા આપી હતી. ત્યાંથી વિહાર કરી સુરત ગયા હતા.
સં. ૧૯૯૧ નું ચેમાસું તેમણે ખંભાતમાં કર્યું હતું. આ વખતે મુનિ દાનવિજયજી મહારાજને ભગવતી સૂત્રના યોગવહનમાં પ્રવેશ કરાવ્યું. ચોમાસા પછી સં. ૧૯૬૨ ના માગસર શુદિ ૧૧ ના રેજ ધામધુમ સાથે મુનિ દાનવિજયજીને પન્યાસ પદવી આપી. ત્યારપછી તે બેરસદ ગયા; તેઓ સં. ૧૯૭૫ માં ૬૬ વર્ષે ભાવનગરમાં સ્વર્ગ વાસી થયા. સંવત ૧૯૬૧ ના ચોમાસા વખતે શ્રી હંસવિજયજી તેમની સાથે હતા. શ્રી વિજયાનંદસૂરિ–(શ્રી આત્મારામજી)
આ નવયુગ પ્રવર્તક મહાત્માનો જન્મ વિ. સં. ૧૮૨ ના ચૈત્ર શુદિ ૧ ને ગુરૂવારે પંજાબના કલશ નામના ગામમાં થયો હતો, તેમના પિતાનું નામ ગણેશચંદ્ર અને માતાનું નામ રૂપાદેવી હતું. તેઓ ગૌત્રયી અઢીઘા કપૂર બ્રહ્મક્ષત્રિય હતા. ૧ “ગ૭મત પ્રબંધ, સંધ પ્રશ્નતિ તથા જેનગીતા” નામના પુસ્તકમાંથી ૫ ૧૮૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org