________________
ખંભાતના પ્રાચીન જૈન ઇતિહાસ.
આ પ્રભાવશાળી મહારાજશ્રીને ઘણા આગ્રહપૂર્વક ખંભાતમાંજ ચામાસું કરવાની વિનંતી કરવામાં આવી. તેઓશ્રીએ શાસન પ્રેમીઓની વિનંતીને સ્વીકાર કરી ચામાસું (સ. ૧૯૯૩) અત્રે કર્યું. આ સમય દરમિઆન માંડવીની પેળમાં આવેલા આદિશ્વર ભગવાનની તેઓશ્રીએ નવિન પ્રાસાદમાં પ્રતિષ્ઠા કરાવી. વળી અતિ હર્ષની હકીકત એ છે કે ખંભાતમાં હાયરાં પાડામાં આવેલ શ્રી શાંતિનાથ તાડપત્રીય પ્રાર્ચીન જ્ઞાનભંડાર– કે જેમાં સેકડા વર્ષો ઉપર તાડપત્રો પર લખાયેલા મહાન અમૂલ્ય ગ્રંથા છે તે, સુવ્યવસ્થા વગર બેહાલ સ્થિતિમાં પડી રહ્યો હતા. તે જ્ઞાનભંડારના પુનરૂદ્ધાર કરવા કટીબદ્ધ થયા અને તેમના સુચાટ ઉપદેશથી નિક ગ્રહસ્થાએ આર્થિક સહાય કરી. આથી દરેક ગ્રંથ માટે એક એક પેટી મનાવરાવી અને તે પેટીઓને કબાટમાં સુરક્ષિત, સુવ્યવસ્થિત અને વાચકની અનુકુળતા સચવાય તેવા પ્રબંધ કરી ખંભાતની પ્રજા ઉપર મેટા ઉપકાર કર્યા છે. સ. ૧૯૯૪ ના કારતક સુદ ૫ (જ્ઞાનપચમી)ને દિવસે તે પુનરૂદ્ધારની ક્રિયા કરી હતી. પુસ્તકોને ફરીથી સુવ્યવસ્થિત કરવામાં એટલે કે તેનાં ખાંધણુ તપાસવાં, પાનાં મેળવવાં, ક્રમપૂર્વક ગોઠવવાં, વગેરે સઘળું કામ આચાર્યશ્રીના શિષ્ય મુનિશ્રી વિકાસવિજયે અવિરત પશ્ચિમ પૂર્વક કર્યું છે. એ મે મારી નજરે નિહાળ્યુ છે.
૪
જેણે પજાખમાં અને સમસ્ત ગુજરાતમાં-હિંદમાં પાત'ની અપૂર્વ વિદ્વતાથી જૈન સમાજ ઉપર ઊંડી અસર કરી છે તે શ્રીમંદ વિજયવલ્રભસૂરિની મુર્તિ ખંભાતના માંડવીની પાળના જિનાલયના બહારના ભાગમાં ગુરૂવર્ય આચાર્ય શ્રીમદ્ વિજયાનંદસૂરિ ( આત્મારામજી ) ની મુર્તિની જમણી ખાજુ પર છે. દહેરીમાં ત્રણ મૂર્તિઓ છે. વચમાં આચાર્ય શ્રી આત્મારામજીની અને તેની જમણી ખ!જી શ્રી વિજયવલ્રભસૂરિજી અને ડાબી બાજુ શ્રીમદ્ હર્ષવિજયજીની છે. ઉપરની ત્રણે મૂર્તિઓ માંડવીની પાળના રહેનાર પ્રાણવાટ ભાઇચંદ કશળચંદે તૈયાર કરાવી અને શ્રીમદ્ વિજયવલ્લભસૂરિજીના વરદ હસ્તે સ. ૧૯૯૪ ના કારતક વદ ૫ ને સેમવારે પ્રતિષ્ઠા કરાવી.
શ્રી વિજયનેમિસૂરીધર--ભાતના જૈન ઇતિહાસમાં વીસમીસદીના આચાયોમાં શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વર મહારાજનું પુનિત નામ સદા યાદગાર રહેશે. તેઓશ્રીના ઉપદેશથી તેઓના વરદ હસ્તે શાસન પ્રભાવનાના કામે એવાં થયા છે કે તેમનુ નામ કદી ભૂલાશે નહિ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org