________________
સ્થંભતીર્થ અને પ્રભાવિક આચાર્યો. સં. ૧૯૧૦ માં સ્થા. સાધુ જીવણલાલ પાસે “માલેરકોટલા માં દીક્ષા લીધી. વિદ્યાભ્યાસ કર્યા પછી પંજાબમાં જ્ઞાનસૂર્ય પ્રકાશ્ય ને અશ્રદ્ધાના અંધકારને ટાળી કેટલાક સાધુઓ સાથે ગુજરાતમાં યાત્રા કરવા પધાર્યો સં. ૧૯૩ર-ગુજરાતમાં અમદાવાદ, ભાવનગર, પાલીતાણુ વગેરે સ્થળમાં પિતાને સારે પ્રભાવ બતાવ્યો હતો. તેઓ સં. ૧૯૪૨ માં પાલીતાણાથી પાછાં ફરતાં ખંભાત પધાર્યા હતા. અહીંના પ્રાચીન પુસ્તક ભંડારોએ તેમના વિદ્યાપ્રેમી દિલને આપ્યું અને એક માસ રોકાયા. ભંડારમાંથી ખુબ શાસ્ત્રાધાર અને પ્રમાણે મેળવી તેમણે “અજ્ઞાન તિમિર ભાસ્કર” નામના સુંદર ગ્રંથની રચના કરી. અહીંથી તેઓ ગુજરાતના ઘણા શહેરમાં વિચર્યા હતા અને જૈનધર્મને ઝડો ઘણો ફરકાવ્યો હતે. તે મહા પ્રભાવશાળી મહાત્માને સં. ૧૯૫૩ ના જેઠ સુદિ આઠમને દિવસે સ્વર્ગવાસ થયો. તેમના સ્મરણમાં “આત્માનંદ જેન સભા ભાવનગર સ્થપાયેલી છે. તે સિવાય ગુજરાત અને હિંદમાં તેમના નામ સાથે સંકળાયેલી ઘણી સંસ્થાઓ છે. તેમના જન્મની શતાબ્દિ વડોદરામાં ઉજવવામાં આવી હતી; ને “શ્રી આત્મારામ જન્મ શતાબ્દિ સ્મારક ગ્રંથ” પ્રગટ કરવામાં આવ્યો છે.'
શ્રી વિજયવલભસૂરીશ્વર–તેઓશ્રીને જન્મ વિ. સં. ૧૯૨૭ માં વડેદરામાં થયો હતો, અને દીક્ષા વિ. સં. ૧૯૪૩ માં રાધનપુરમાં લેવામાં આવી. વિ. સં. ૧૯૮૧ માં લાહોર (પંજાબ) માં આચાર્ય પદાહણ કરવામાં આવ્યું.
શ્રીમદ્વિજયાનંદસૂરિ મહારાજના સ્વર્ગારેહણ પછી તેમનું સઘળું કાર્ય તેમના શિષ્યરત્ન શ્રીમદ વિજયવલ્લભસૂરિ મહારાજને હસ્ત આવી પડ્યું. તેઓશ્રીએ પંજાબ, ગુજરાત, કાઠિઆવાડ, મુંબઈ વગેરે ભારતવર્ષમાં અનેક સ્થળોએ વિહાર કરી જૈનધર્મનાં તથા વિદ્યા પ્રચારનાં અનેક પ્રભાવિક કાર્યો કર્યા, સં. ૧૩ ના શિયાળામાં તેઓશ્રી ખંભાત પધાર્યા. તેમના આગમનથી ખંભાતની જનપ્રજા અતિ હર્ષઘેલી થઈ ગઈ હતી અને ઘણુ ઠાઠમાઠથી તેમને પ્રવેશોત્સવ કરવામાં આવ્યો હતો. ઠામ ઠામ તોરણ, કમાન વગેરે બાંધી રસ્તાને શણગારવામાં આવ્યું હતું, અને અપૂર્વ વરઘોડે ચડાવવામાં આવ્યો હતે. વળી તે દિવસે કસાઈખાનું બંધ રખાવવામાં આવ્યું હતું. ૧ આચાર્યશ્રીના પટ્ટપ્રતિષ્ઠિત પૂજ્યપાદ શ્રી વિજયવલ્લભસુરીશ્વરની પ્રેરણાથી, મુંબઈથી પ્રસિદ્ધ થયેલ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org